મુંબઈમાં ભારે વરસાદની આગાહી, સાત રાજ્યોમાં ચોમાસાની થઈ શકે છે જમાવટ

July 04, 2020

મુંબઈ :ચોમાસુ હવે દેશમાં આગળ વધી રહ્યુ છે.વિવિધ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ચુક્યુ હોવાનુ હવામાન વિભાગ કહી ચુક્યુ છે.

યુપી બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી ભારે  વરસાદના અહેવાલો મળી રહ્યા છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે શુક્રવારે મોડી સાંજે મુંબઈ, રત્નાગિરિ, રાયગઢમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બિહારમાં વરસાદ ચાલુ છે.પટણામાં તો કાળા વાદળોના કારણે દિવસે પણ રાત જેવો માહોલ જોવા મળી રહ્યો છે.દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ ગઈકાલે જોવા ણળ્યો હતો.આજે પણ ભારે વરસાદનુ અનુમાન છે.

હવામાન વિભાગે મધ્યપ્રદેશના સંખ્યાબંધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.પંજાબ અને હરિયાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. રાજસ્થાનમાં પણ શનિવારે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે.