લુણાવાડા શહેરમાં ભારે વરસાદ વરસતા નદીઓ વહી જતા દ્રશ્યો સામે આવ્યા

September 02, 2024

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,ત્યારે મહિસાગરના લુણાવાડામાં વહેલી સવારથી વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,શહેરના હુસેની ચોક,દરકોલી દરવાજા પાસે પાણી ભરાયા છે,તો ગલીઓમાંથી નદીઓ નિકળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.સંતરામપુર તાલુકામાં એક ઇંચ, લુણાવાડા, કડાણા અડધો ઇંચ વરસાદ ખાબકયો છે.તો જિલ્લાના છ તાલુકાઓ છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે.મોડાસા હાઇવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જિલ્લામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થતા વહીવટી તંત્ર સજ્જ છે.