ગુજરાતમાં હવે હેલ્મેટ ફરજિયાત થઇ શકે છે: હાઇ કોર્ટમાં સરકારનો યુ ટર્ન

January 28, 2020

અમદાવાદ: ગુજરાતમાં વાહન ચાલકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે થયેલી અરજીના મામલે ગુજરાત હાઇ કોર્ટે સરકારને નોટિસ આપી છે. જ્યારે સરકારે ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરરાયાત નથી કરાયું, ફરજિયાત જ છે, પાછળ બેસનારે પણ હેક્ષમમેટ પહેરવું ફરજિયાત છે.


હાઇ કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજ્યમાં વાહનચાલકો માટે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ તેની સામે વ્યાપક વિરોધ અને લોકોને પડતી હાલાકીના પગલે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરરાયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ એક નાગરિક દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સરકારે કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરીને હેલ્મેટની મરજિયાત બનાવી છે. જે થઇ શકે નહીં. જોકે આજે શૅૂ થયેલી સુનાવણીમાં સરકાર તરફે એવી રૂઆત કરવામાં આવી હતી કે, સરકારે આવો કોઇ પરિપત્ર કે આદેશ જાહેર કર્યો નથી. તેમ જ રાજ્યમાં હેલ્મેટનો ફરજિયાત જ છે. જોકે હાઇ કોર્ટે આ અંગે સરકારને સોગંદમાનુ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ જ નોટિસ કાઢી કાઢી હતી. સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી પહોંચાડાયો હતો.

કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરી દીધું હતું.