'હર ઘર તિરંગો': રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ- દેશદ્રોહીઓએ 52 વર્ષ સુધી તિરંગો કેમ ન ફરકાવ્યો
August 04, 2022

નવી દિલ્હી : દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરને ખાસ બનાવવા માટે સરકાર તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાસ આયોજન કરાઈ રહ્યુ છે. મોદી સરકારના 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ અભિયાન માટે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસે આ કાર્યક્રમથી દૂરી બનાવી લીધી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવનારાઓને દેશદ્રોહી સંગઠન ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગમાં તિરંગા સાથેની તસવીરો ટ્વીટ કરીને લખ્યું હતું કે, કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખૂબ જ આનંદ થયો. ઈતિહાસ સાક્ષી છે કે, 'હર ઘર તિરંગો' આભિયાન ચલાવનારા દેશદ્રોહી સંગઠનમાંથી બહાર આવ્યા છે. તેમણે 52 વર્ષ સુધી તિરંગો નહોતો લહેરાવ્યો. આઝાદીની લડાઈથી તેઓ કોંગ્રેસ પાર્ટીને રોકી શક્યા નથી અને આજે પણ નહીં રોકી શકે.
Related Articles
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જા...
May 30, 2023
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવર્નરે કહ્યું- નિયમોનો ખોટી રીતે ઉપયોગ ન કરે
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવ...
May 30, 2023
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની ફાઈનલ મેચ જોવા આવેલા દર્શકોના મોબાઈલ-પર્સ ચોરાયા
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની...
May 30, 2023
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ યાદવના ઘર સહિત અન્ય 12 સ્થળોએ દરોડા
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસન...
May 30, 2023
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મેડલ ગંગા નદીમાં નાંખી દેવાની કરી હતી જાહેરાત
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મે...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023