હીરોની પત્ની-ગર્લફ્રેન્ડ બનીને કંટાળી ગઈ હતી: લારા દત્તા
January 26, 2022

મુંબઈઃ એક્ટ્રેસ લારા દત્તાએ કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તે મોટા પડદા પરથી ગાયબ જ થઈ ગઈ છે. લારા દત્તાએ કામ કરવાનું જ બંધ કરી દીધુ છે. આની પાછળ ફેમિલી કે બાળકો નહીં પણ અન્ય કારણ છે. લારા દત્તાનું કહેવું છે કે, તે ફિલ્મોમાં ઓફર થતા રોલથી કંટાળી ગઈ છે. તને મોટાભાગે હીરોની પત્ની કે પછી ગર્લફ્રેન્ડ બનવાના રોલ જ ઓફર કરવામાં આવતા હતા. આ રોલથી તે હવે કંટાળી ગઈ છે. લારા દત્તાનું કહેવું છે કે, તે કોમિક ફિલ્મો કરીને હળવાશ અનુભવે છે. કારણ કે આ પ્રકારની ફિલ્મોમાં તેને આ બધા રોલ કરતા વધારે પરફોર્મ કરવાની તક મળે છે. ૨૦૦૩માં આવેલી ફિલ્મ અંદાજથી ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ લારા દત્તાએ ૨૦૧૫ સુધીમાં ખાસુ એવું કામ કર્યુ હતુ. એ પછી તેણે બ્રેક લઈ લીધો હતો. તેણે કહ્યું કે, ફિલ્મોથી એટલા માટે દૂર થઈ કારણ કે તે પોતાની દીકરી સાયરાને સમય આપી શકે. જ્યારે હું ૩૦ વર્ષની થઈ, હું સાચુ કહુ તો કંટાળી ગઈ હતી. ઈન્ડસ્ટ્રી પણ અલગ રસ્તા પર હતી. તમને એટલા માટે કાસ્ટ કરવામાં આવે છે, કારણ કે ફિલ્મમાં એક ગ્લેમરસ એક્ટ્રેસની ડિમાન્ડ હોય છે. પછી તમારે હીરોની પત્ની કે પછી ગર્લફ્રેન્ડના જ રોલ કરવા પડે છે. જેનાથી હું થાકી ગઈ હતી. લારાએ કહ્યું કે, તેણે જાણી જોઈને કોમેડી ફિલ્મો પર પસંદગી ઉતારી, જેનાથી તે આ બધામાંથી બહાર આવી શકે. વળી તેને પોતાનું પરફોર્મન્સ રજૂ કરવાની વધુ તક મળે. લારા દત્તાએ નો એન્ટ્રી, પાર્ટનર, હાઉસફૂલ, સિંહ ઈઝ બ્લિંગ જેવી કોમેડી ફિલ્મોમાં કામ કરવા અંગે કહ્યું કે, આ ફિલ્મોએ મને કોઈને ગર્લફ્રેન્ડ અને પત્ની બનવા સિવાય ઘણુ બધુ આપ્યું છે. મેં સક્સેસફૂલ અને પોપ્યુલર કોમિક ફિલ્મો કરીને મારી અલગ છાપ ઊભી કરી છે. આ ફિલ્મોએ મને સ્ક્રીન પર ગ્લેમરસ એક્ટ્રેસ બનવા કરતા પણ વધારે કહેવાની તક આપી છે. લારા દત્તાનું કહેવું છે કે, જ્યારે તેની ઉંમર ૩૦ વર્ષ હતી ત્યારે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. એ પછી તે ફિલ્મોમાં આવા પ્રકારના રોલ કરીને કંટાળી ગઈ હતી. જો કે, છેલ્લાં બે વર્ષથી તેણે ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યુ છે. એક્ટ્રેસ લારા દત્તા તાજેતરમાં જ હંડ્રેડ, હિકપ્સ એન્ડ હુકપ્સ અને કૌન બનેગા શિખરવટી જેવી વેબસિરીઝમાં નજરે પડી હતી. આ પહેલાં તે અક્ષય કુમારની ફિલ્મ બોલબેટમમાં પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળી હતી.
Related Articles
સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માંથી આયુષ શર્મા બહાર
સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં...
May 22, 2022
ઈન્ટર્નની રીમેકમાં દીપિકાને સ્થાને પરિણિતીની વિચારણા
ઈન્ટર્નની રીમેકમાં દીપિકાને સ્થાને પરિણિ...
May 21, 2022
કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો એન્ટ્રી !
કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના...
May 21, 2022
સિંગર કનિકા કપૂર અને ગૌતમ લગ્નના બંધનમાં બંધાયાં
સિંગર કનિકા કપૂર અને ગૌતમ લગ્નના બંધનમાં...
May 21, 2022
હોલિવૂડ વેબ સિરીઝ 'સિટાડેલ'ના શૂટિંગ દરમિયાન પ્રિયકા ચોપરા ફરીવાર ઈજાગ્રસ્ત થઈ
હોલિવૂડ વેબ સિરીઝ 'સિટાડેલ'ના શૂટિંગ દરમ...
May 21, 2022
ત્રણ બાળકોની માતા કનિકા કપૂર બની દુલ્હન : છૂટાછેડા બાદ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
ત્રણ બાળકોની માતા કનિકા કપૂર બની દુલ્હન...
May 21, 2022
Trending NEWS

NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
22 May, 2022

3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57...
21 May, 2022

કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો...
21 May, 2022