ફરી '1984' નહી થવા દેવાય, દિલ્હી હિંસા પર હાઈકોર્ટની ટિપ્પણી

February 26, 2020

નવી દિલ્હી : દિલ્હી હિંસા પર હાઈકોર્ટમાં ફરી શરૂ થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરીને કહ્યુ છે કે, દિલ્હીમાં ફરી 1984નુ પુનરાવર્તન નહી થવા દેવાય.

દિલ્હી હિંસા પરની સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી. આ દરમિયાન ભાજપના નેતાઓના કહેવાતા ભડકાઉ ભાષણનો વિડિયો પણ બતાવાયો હતો. કેન્દ્ર સરકારે દલીલ કરતા કહ્યુ હતુ કે, એક કોન્સ્ટેબલનુ મોત થયુ છે. એક ડીસીપી ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય એક અધિકારી હાલમાં વેન્ટિલેટર પર છે.

જેના પર કોર્ટે કહ્યુ હતુ કે, વહેલી તકે સરકારના ઉચ્ચાધિકારીઓએ તોફાન ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને તોફાનનો ભોગ બનેલા લોકોને વળતર આપવા માટે પણ આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યુ હતુ કે, અમે હજી પણ 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોના વળતરના મામલે કામ કરી રહ્યા છે. આવુ ફરી ના થાય તે સરકાર નિશ્ચિત કરે.સરકાર લોકોની મદદ પર ધ્યાન આપે.