હિમાચલ પ્રદેશ વૈશ્વિક ફાર્મા હબ બનાવાશેઃ PM નરેન્દ્ર મોદી

September 25, 2022

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરાબ હવામાનને કારણે શનિવારે ભાજપ યુવા મોરચાની યુવા રેલીને સંબોધિત કરવા માટે હિમાચલપ્રદેશના મંડી પહોંચી શક્યા નહોતા. જોકે, વડા પ્રધાન ખેદ વ્યક્ત કરીને વર્ચ્યુઅલ રીતે રેલીને સંબોધિત કરી હતી.

પીએમએ કહ્યુ હતું કે હું મંડીની રેલીમાં સામેલ થવાનો હતો પરંતુ ખરાબ હવામાનને કારણે કાર્યક્રમમાં સામેલ થઈ શક્યો નથી. પરંતું હું જલદી મંડી આવીને લોકોને મળીશ. વડા પ્રધાને કહ્યું હતું કે હિમાચલ નહીં આવી શકવાનો અફસોસ છે. આ જનતાનો પ્રેમ છે કે તે ભારે વરસાદમાં પણ ખુરશીઓની છત્રી બનાવીને ઊભા છે.

વડા પ્રધાને કહ્યું હતું કે દુનિયામાં ભારતની શાખ જેમ વધી રહી છે, તેમ દુનિયા આપણી સાથે જોડાવા માટે ઉત્સુક છે. કુલ્લુશોલ, ચંબાની ચપ્પલને જીઆઇ ટેગ મળ્યા છે. વિશ્વમાં આ પ્રોડક્ટ્સે પોતાની જગ્યા બનાવી છે. જ્યારે પણ વિદેશ પ્રવાસે જઉં છું ત્યારે હિમાચલની પ્રોડક્ટ્સ લોકોને ભેટમાં આપું છું. જેથી તેમને જણાવી શકું કે હું કઈ રીતે હિમાચલ સાથે જોડાયેલો છું.