પાકિસ્તાનમાં હિન્દુ ગર્લનો ડંકો, માત્ર 26 વર્ષે બની પહેલી હિન્દુ મહિલા DSP

July 31, 2022

પાકિસ્તાનમાં મનીષા રોપેટાએ તે કરી દેખાળ્યું છે, જે ઘણું અલગ છે. સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કર્યા બાદ મનીષા દેશની પહલી હિન્દુ મહિલા ડીએસપી બનવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી ચુકી છે. જોકે, તેમની આ યાત્રા એકદમ સરળ ન હતી. ત્યાં સુધી પહોંચાવા માટે તેમણે ના માત્ર તેમના સંબંધીઓને ખોટા સાબિત કર્યા, પરંતુ સમાજની સારા ઘરની મહિલાઓ પોલીસ સેવામાં જતી નથી, એવી વિચારસરણી સાથે લડવું પડ્યું.

મનીષા રોપેટાની ઉંમર 26 વર્ષ છે. તેમણે ગત વર્ષ જ સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી અને હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. પરીક્ષામાં સફળ 152 લોકોના મેરિટમાં તેમનું સ્થાન 16 મું રહ્યું. તેમને જલ્દી ક્રાઈમ માટે કુખ્યાત લ્યારી વિસ્તારના ડીએસપી તરીકે તૈનાત કરવામાં આવશે. આ કરનાર તેઓ દેશની પહેલી હિન્દુ મહિલા છે.