ઐતિહાસિક પળ: PM મોદીએ શાસ્ત્રોક્ત વિધિથી શિલાન્યાસ કરી પાયામાં ચાંદીની 9 ઈંટ મૂકી

August 05, 2020

અયોધ્યા :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 12 વાગેને 44 મિનિટે રામ મંદિરનો પાયો મૂક્યો છે. માત્ર 32 સેકન્ડનું શુભ મુહૂર્ત હતું. આ પહેલાં 31 વર્ષ જૂની 9 શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ચાંદીની ઈંટોની પણ પૂજા કરવામાં આવી હતી.

આ પહેલાં તેમણે હનુમાન ગઢી અને ત્યારપછી રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. તેઓ રામલલ્લાના દર્શન અને હનુમાન ગઢી જનારા પહેલાં વડાપ્રધાન છે.

ભૂમિપૂજન પછી મંદિરના ટ્રસ્ટી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું હતું.

આ પહેલાં મોદી 1991માં અયોધ્યા ગયા હતા. ત્યારે ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ તિરંગા યાત્રા કાઢી હતી અને યાત્રામાં મોદી તેમની સાથે હતા. મોદીએ 2019માં લોકસભા ચૂંટણી વખતે ફૈઝાબાદ-આંબેડકર નગરમાં એક રેલી સંબોધિત કરી હતી, પરંતુ અયોધ્યા નહતા ગયા.