હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ', કિશન ભરવાડ હત્યા કેસમાં ગૃહમંત્રીનું મોટું નિવેદન

January 28, 2022


અમદાવાદ: ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા પહોંચ્યા છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગામના આગેવાનો તથા ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી છે. તથા મૃતકના પરિવારને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે. તથા તેમણે ટ્વિટ કરી પણ માહિતી આપી હતી.


આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ભોગ બનેલા મૃતક યુવકના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ઝાંઝરકા ગામે પહોચ્યા હતા. જ્યા તેમણે યુવકના પરિવાર સાથે મુલાકાત કરી સાથે જ તેમણે સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી. ચચણા ગામે પહોચીને તેમણે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને બાંહેધરી આપી કે યુવકને જલ્દીથી ન્યાય આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દીકરીના પિતાના હત્યારાઓને સજા અપાવીશું. આ દીકરીને હું ગણતરીના મહિનામાં જ ન્યાય અપાવીશ. આ કેસમાં તમે અડધી રાતે અમારો સંપર્ક કરી શકો છો. હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ.


અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે