Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

બ્રિસબેનમાં શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, ગાવસ્કરનો 50 વર્ષ જૂનો રેકૉર્ડ કર્યો ધ્વસ્ત

January 19, 2021

બ્રિસ્બેન : ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ બૉર્ડર ગાવસ્કર ટ્રોફી માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા યુવા ખેલાડી શુભમન ગિલે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે. તેણે મેલબર્નમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ અને ત્યારબાદ શાનદાર ઇનિંગ્સ રમી. નાનકડા ટેસ્ટ કેરિયરમાં શુભમન ગિલે અનેક રેકૉર્ડ પોતાના નામે કરતો જઈ રહ્યો છે. ગિલના નામે જોડાયેલો સૌથી લેટેસ્ટ રેકોર્ડ છે કે તે સૌથી ઓછી ઉંમરમાં ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં 50થી વધારેનો સ્કોર કરનારો બેટ્સમેન બની ગયો છે.

ગિલે બ્રિસ્બેનના ગાબા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયાની સાથે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં લક્ષ્યનો પીછો કરતા શાનદાર અડધી સદી ફટકારી. ગિલ 91 રન બનાવીને નાથન લિયોનની બોલિંગમાં આઉટ થયો હતો. મેચના પાંચમાં દિવસે જ્યારે ગિલે હેઝલવૂડના બૉલ પર વાઈડ કવરમાં શૉટ લગાવીને 2 રન લઈને અડધી સદી પૂર્ણ કરી ત્યારે તેની ઉંમર 21 વર્ષ 133 દિવસ હતી. ગિલ પહેલા આ રેકૉર્ડ ભારતના મહાન ઑપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામે હતો.