ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ ખોખલું, તેમાં કંઈ પણ નહોતું: રાહુલ

February 01, 2020

નવી દિલ્હી : નાણાં મંત્રી નિર્મલા સિતારમણ લોકોસભામાં શનિવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું. પોણા ત્રણ કલાક જેટલું લાંબા બજેટ ભાષણને છેલ્લે ગળું ખરાબ થવાના લીધે નાણાં મંત્રી નિર્મલા સિતારમણ છેલ્લા બે ત્રણ પાના વાંચી શક્યા નહી અને તેમણે લોકસભા અધ્યક્ષની મંજુરીથી તેમના વાંચેલું માની સદન સમક્ષ રાખી દીધું.

બજેટને લઈને વિપક્ષ અને સત્તાધારી પક્ષની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે. બજેટ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારીનો છે. મેં એવો કોઈ રણનિતીર વિચાર જોયો નહી જેનાથી આપણાં યુવાનોને બેરોજગારી મળે. મેં વ્યૂવ્હાત્મક બાબતો જોઈ પરંતુ કોઈ કેન્દ્રીય વિચાર નહોતો. આ સારી રીતે સરકારનું વર્ણન કરે છે. ખુબ પુનરાવર્તન છે, બજેટ ભાષણમાં સરકારની માનસિકતા જોઈ, દરેક વાતો કરી રહ્યાં છે પરંતુ કંઈ પણ નથી થઈ રહ્યું. કદાચ આ ઈતિહાસનું સૌથી લાંબું બજેટ ભાષણ હતું, પરંતુ તેમાં કંઈ નહોતું, આ ખોખલું હતું.