રાજકોટમાં 1.20 કરોડ રૂપિયામાં ઘર વેચનાર પિતાએ કોરોનાની દવા કહી બે બાળકોને આપી દીધુ ઝેર

May 03, 2021

રાજકોટમાં દીકરી અને દીકરાના લગ્ન માટે પિતાએ પોતાનું મકાન વેચી નાખ્યું અને મકાન ખરીદનારે 20 લાખ રૂપિયા આપ્યા હતા પણ બાકીના રૂપિયા નહીં આપતા પિતાએ કોરોનાની દવા કહી પોતે અને પોતાના પુત્ર અને પુત્રીને દવા આપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટના શાસ્ત્રીનગરમાં રહેતા કમલેશભાઈ લાબડીયા કર્મકાંડના કામ કરતા પણ કોરોના કહેર વચ્ચે કર્મકાંડ બંધ થયા અને માટે પુત્ર અને પુત્રીના લગ્ન નજીક આવ્યા એટલે કમલેશભાઈએ તેના મોટા ભાઈને વાત કરી હતી અને કહ્યું હતું કે, હું મકાન વેચું છું અને નાનું મકાન ખરીદીશ. અને બાકીના રૂપિયાથી દીકરા અને દીકરીના લગ્ન ઉકેલી નાખું એટલે કમલેશભાઈએ પોતાનું મકાન 1.20 કરોડમાં દિલીઓ કોરાટ નામના સખ્સને વેચ્યું હતું અને વચ્ચે આર.ડી.વોરા નામના વકીલ રહ્યા હતા. જોકે 20 લાખ રૂપિયા કમલેશભાઈને મળ્યા જ્યારે બાકીની રકમ લેવા ગયા ત્યારે રકમ તો આપી દીધાનું વકીલ આર.ડી.વોરાએ જણાવ્યું હતું. જોકે બાદમાં આ કમલેશભાઈએ મકાન ખરીદી કરનાર દિલીપ કોરાટને ફોન કર્યો હતો અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં તેઓએ કમલેશભાઇને પોલીસમાં જવાનું પણ કહ્યું હતું.


જોકે કમલેશ ભાઈને પોતાના વેચાણ કરેલા મકાનના રૂપિયા નહીં મળતા વિચાર કરતા રહ્યા અને રાત્રે ઘરે પહોંચ્યા અને પરિવારજનોને કોરોના મહામારીથી બચવા માટે દવા લાવ્યો છું એમ કહી પાણીમાં ઝેરી દવા ભેળવી પહેલા પુત્ર અંકિતને અને પછી પોતે પીધી અને બાદમાં પુત્રી રૂપાલીને પીવરાવી બતી. બાદમાં તરતજ ઊલટીઓ કરવા લગતા માતા દવા ન પીધી અને બાદમાં પુત્ર અંકિતે તેના દાદાને ફોન કર્યો હતો. જેથી બાદમાં તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ખબર પડી હતી કે કમલેશભાઇ જે દવા લાવ્યા હતા તે કોરોનાની નહી પણ આપઘાત કરવા માટે લાવ્યા હતા. જોકે કમલેશ ભાઈના ખીસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મરવું સહેલું નથી પણ મજબુર છું અને નીચે આર.ડી.વોરા અને દિલીપ કોરાટના નામનો ઉલ્લેખ પણ હતો.


જોકે હાલમાં સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે સુસાઈડ નોટ કબજે કરી છે અને સામુહિક આપઘાતનો પ્રયાસ કરનાર બેભાન હાલતમાં હોય નિવેદન લેવામાં નથી આવ્યા. હાલમાં કમલેશ ભાઈના પત્નીની પોલીસે પૂછપરછ કરી છે અને આગળની કર્યાવાહી હાથ ધરી છે.