ગલવાનમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુનું મહાવીર ચક્રથી સન્માન, 4 શહીદોને વીર ચક્ર

November 23, 2021

નવી દિલ્હી : ગલવાન હુમલામાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને આજે મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. પરમવીર ચક્ર પછી આ બીજું સર્વોચ્ચ સૈન્ય સન્માન છે. જ્યારે, ઓપરેશન સ્નો લેપર્ડમાં સામેલ રહેલા નાયબ સુબેદાર નુદુરામ સોરેન, હવાલદાર કે પિલાની, નાયક દીપક સિંહ અને જવાન ગુરતેજ સિંહનુંપણ મરણોત્તર વીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું છે. ચીન સાથેની હિંસક અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા છે. મૂળ હૈદરાબાદના રહેવાસી શહીદ કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

4 પેરા સ્પેશિયલ ફોર્સના સુબેદાર સંજીવ કુમારને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માન કરવામાં આવ્યું છે. તેમની પત્નીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં આતંકવાદીને ઠાર કરવા અને અન્ય બેને ઘાયલ કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.