ક્રિસમસ ટ્રીની તંગીને કારણે ખેડૂતોને પાકની ઉંચી કિંમત મળવાની આશા

November 27, 2021

  • સૂકું હવામાન અને ભારે બરફ પાડવાને કારણે નોંધપાત્ર પાક નિષ્ફળ ગયો
  • મોટાભાગના ખેડૂતો ક્રિસમસ ટ્રીનું મોડેથી વેચાણ કરવાની ફિરાકમાં
ટોરોન્ટો : ક્રિસમસ ટ્રીની તંગીને ધ્યાનમાં લઇ કેટલાક ખેડૂતોને આ વર્ષે ટ્રી ખરીદનારાઓની સંખ્યા વધુ રહેવાની આશા છે. થોમસ ટ્રી ફાર્મ જે ઓન્ટોરિયાના નોર્થ ગોવર ખાતે આવેલુ છે, તેના ભાગીદાર ક્રિસ્ટિન થોમસ કહે છે કે, મેં અને મારા પતિએ સપ્તાહના અંતે ક્રિસમસ ટ્રી વેચવાની શરૂઆત કરી હતી. જે સામાન્ય સમય કરતા મોડી શરૂઆત હતી. કારણ કે, અમને આશા હતી કે ગ્રાહકો તંગીને ધ્યાનમાં લઈને ક્રિસમસ ટ્રી ખરીદવા માટે ધસારો રહેશે અને અમે બહુ જલ્દીથી તેનું વેચાણ કરવા ઇચ્છતા નહોતા. પહેલા સપ્તાહમાં જ અમને અસાધારણ ધસારાનો અનુભવ થયો હતો. કારણ કે દરેક વ્યક્તિ ક્રિસમસ ટ્રીની ખરીદી જેમે બને તેમ જલ્દી કરવા ઇચ્છતી હતી. રોગચાળા દરમિયાન ટોયલેટ પેપરની તંગી સર્જાઈ હતી. તેના જેવી આ ઘટના છે. ક્રિસમસ ટ્રી પણ આ વખતે ટોયલેટ પેપરની જે તંગી સર્જાઈ હતી તેવી પરિસ્થિતિનું સર્જન કરશે. આ તંગી ઉભી થવાનું કારણ માંગમાં વધારો થયો છે અને વિષમ હવામાનના કારણે ઉત્પાદન ઘટ્યું છે એમ ઓન્ટેરિયો ખાતેના ક્રિસમસ ટ્રી ફાર્મરે જણાવ્યું હતું. કેનેડિયન ક્રિસમસ ટ્રીની ઇન્ડસ્ટ્રી વર્ષ 2015માં 53 મિલિયન ડોલર સુધી પહોંચી હતી. જે 2020માં 100 મિલિયન ડોલર સુધી પહોંચી હતી. થોમસ અને બ્રેનાને  જણાવ્યું હતું કે, ક્રિસમસ ટ્રીને તેની યોગ્ય ઊંચાઈ મેળવતા 8-10 વર્ષનો સમય લાગે છે. તેથી હાલમાં જે માંગ નીકળી છે તેને પહોંચવું અશક્ય છે. તંગીના સમયે તેની વાવણી કરવામાં આવે તો તે તાત્કાલિક વેચાણ માટે તૈયાર થઇ શકે નહિ. આ કોઈ એવી વસ્તુ નથી કે, તમે વધુને વધુ ટ્રીનું ઉત્પાદન કરી શકો. સ્થાનિક ખેડૂતો માંગને ધ્યાનમાં રાખીને પોતાનો પુરવઠો જેમ બને તેમ મોડો વેંચવા ઈચ્છે છે.
ફાર્મ ઓસગુડના માલિક ડેન કહે છે કે સૂકું હવામાન અને ભારે બરફ પાડવાને કારણે સારો એવો પાક આ વખતે નિષ્ફળ ગયો છે. મારી પાસે સારી ગુણવતા વાળા ટ્રી નથી. તેથી તેનું વેચાણ કરવાનો કોઈ અર્થ નથી. મારી પાસે ઉભેલા ટ્રી કાપવા માટે માણસો નથી. 1976થી તેઓ આ વ્યવસાયમાં કામ કરી રહ્યા છે.  હવે તેમના ગ્રાહકો પણ બદલાયા છે. અમારી પાસે જે ગ્રાહકો આવે છે તે દિલગીરી વ્યક્ત કરીને બીજે જતા રહે છે. ગ્રાહકો તેમના ટ્રી સ્થાનિકો પાસેથી ખરીદવાનું વધારે પસંદ કરે છે. કારણ કે, તેમની પાસે મર્યાદિત વિકલ્પ હોય છે. હાલમાં જ એવી જાહેરાત કરવામાં આવી છે કે, દેશભરમાં આ વર્ષે ક્રિસમસ ટ્રી માટે કોઈ સ્ટોર ખોલવામાં આવશે નહિં. તેથી નાના ગજાના સ્થાનિક રિટેઇલરોને આવા ટ્રી મેળવવાનું વધુ મુશ્કેલ બની ગયું છે.