ડબલ ચિન દૂર કરવાના ઘરેલુ ઉપાય
December 21, 2021

ગ્રીન ટી
એક કપ ગરમ પાણીમાં ગ્રીન ટી નાખી તેને સરખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું મધ ઉમેરો. મધ નાખેલી ગ્રીન ટીને ધીરે ધીરે પીવો. રોજ ત્રણ વાર ગ્રીન ટીનું સેવન કરો. આ ઉપાય અજમાવવાથી એકથી દોઢ મહિનામાં ડબલ ચિન જતાં રહેશે. ગ્રીન ટીમાં રહેલું કેટેચીન નામનું એન્ટિ ઓક્સિડન્ટ વજન ઘટાડવાનું કાર્ય કરે છે.
જૈતુન તેલ
રાત્રે સૂતા પહેલાં હાથમાં થોડું જૈતુનનું તેલ લઈ રાત્રે સૂતા પહેલાં ડબલ ચિન પાસે હળવા હાથે પંદર મિનિટ માલીશ કરો. આખી રાત આ તેલ ડબલ ચિન ઉપર જ લગાવેલું રાખો. સવારે ઠંડા પાણીથી ધોઈ લેવાથી સમયાંતરે ડબલ ચિન દૂર થઇ જશે. જૈતુનનું તેલ વિટામિન ઇથી ભરપૂર હોય છે. તેથી તે ત્વચાને ટાઇટ કરવાનું કામ કરે છે.
નાળિયેર તેલ
નાળિયેર તેલને મોઢામાં ભરી તેને 12થી 15 મિનિટ સુધી મોઢામાં ગોળ ગોળ ફેરવો. ત્યારબાદ તેને થૂંકી નાખો. આ કસરત કરવાથી ડબલ ચિન દૂર થશે. ઓઇલ પુલિંગ ડીટોક્સિફિકેશન માટે ફાયદાકારક છે.
વિટામિન ઈ
વિટામિન ઇ કેપ્સ્યૂલનું ઓઇલ હાથમાં લઇને દસ મિનિટ ગળા અને ડબલ ચિનના ભાગમાં લગાવી માલીશ કરો. આ ઉપાય અજમાવવાથી પણ ડબલ ચિનની સમસ્યા દૂર થઇ જશે.
કોકોઆ બટર
કોકોઆ બટર પણ ડબલ ચિન દૂર કરવા માટે શ્રોષ્ઠ માનવામાં આવે છે. રાતના સમયે સૂતા પહેલાં કોકોઆ બટર લઇ તેને ગરમ કરી પંદર મિનિટ ડબલ ચિન ઉપર તેનું માલિશ કરવું. ત્યારબાદ તેને આખી રાત એમ જ રાખવું. આખી રાત એ રીતે રાખી સવારે ઠંડા પાણીથી ધોઈ લેવું. આ ઉપાય સળંગ એક મહિનો અજમાવવાથી ડબલ ચિન દૂર થઈ જશે.
Related Articles
પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમાલનો ઉપાય
પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમ...
May 10, 2022
હેર સ્ટ્રેટનર ખરીદતા પહેલાં રાખો આટલું ધ્યાન
હેર સ્ટ્રેટનર ખરીદતા પહેલાં રાખો આટલું ધ...
May 06, 2022
શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કારણો
શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કા...
May 06, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022