મેકઅપ ઉતાર્યા પછી કેવી રીતે લેશો ત્વચાની કાળજી? રાતે કરો આ કામ
March 21, 2022

જો તમે લાંબા સમયથી તમારી ચામડીની ઉપેક્ષા કરી રહ્યાં છો તો અમે તમને જણાવી દઈએ કે, રાતે સૂતા સમયે ત્વચાની દેખભાળ કરવી ખૂબ જરુરી છે. દિવસે તમે ત્વચાની કાળજી રાખો છો તો રાતે પણ ત્વચાની કાળજી રાખવી જોઈએ. જે મોટાભાગના લોકો નથી કરતાં. રાતના સમયે જ્યારે સૂવાનો સમય હોય છે, ત્યારે ચામડીની કોશિકાઓ સરખી કરવામાં અનેક રીત મદદ કરે છે. આ પેસ્ટ તેમજ કુદરતી ઉપચારના કારણે કોશિકાના પુનર્જન્મ તેમજ મેકઅપના થથેડા ઉતરે ત્યારે થતી સમસ્યા ખીલ તેમજ ડાઘ-ધબ્બાઓથી પણ છુટકારો મળે છે. અહીં 5 વસ્તુઓ એવી જણાવી છે. જે રાતે પાર્ટી કર્યા પછી તેમજ સૂતા પહેલા તાજો અને સ્વચ્છ તેમજ ચમકદાર ચહેરો મળી શકે છે.
પોતાના ચહેરા પર લગાવેલો મેકઅપ હટાવી દો
પાર્ટી કરતા સમયે, મેકઅપ પર પરસેવો અને ગંદકી પણ જામી જાય છે. જે ખીલ અને ડાઘ-ધબ્બાઓ જેવી સમસ્યાનું કારણ બને છે. સૌથી પહેલા તમે મેકઅપ હટાવી દો. સરળ રીતે DIY મેકઅપ રિમૂવર માટે એક મોટી ચમચી એલોવેરા જેલ અને એક મોટી ચમચી જૈતૂનનું તેલ અથવા તો જોજોબા તેલ લો. રુથી આ દરેકને થપથપાવીને ચહેરા પર લગાવો. આઈલાઈનર તેમજ મસ્કરાને ફાઉન્ડેશન તેમજ બ્લશને અસરકારક રીતે દૂર કરવામાં મદદ કરે છે. જેથી ચામડી સાફ, તાજી અને ચમકદાર રહે છે. અન્ય એક રીત મીઠા બદામના તેલનો ઉપયોગ કરવાની છે. મીઠા બદામના તેલને કુદરતી રીતે મેકઅપ રિમૂવર માનવામાં આવે છે. જે ચહેરાને કુદરતી રીતે ચમકદાર માનવામાં આવે છે.
વધુમાં વધુ પાણી પીઓ
સ્વસ્થ ચામડીની બનાવટ માટે પોતાને હાઈડ્રેટેડ રાખવી જરુરી છે. પાર્ટી કરતા સમયે દારુ અને કોકટેલનું સેવન શરીરની સાથે-સાથે જ ત્વચા પર પણ ડિહાઈડ્રેટિંગ અસર કરે છે. આલ્કોહોલ ત્વચાના રોમછ્રીદ્રોને પહોળા કરે છે. જેથી બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થઈ જાય છે. હાઈડ્રેશનમાં રાખવા માટે ગુલાબજળ સ્પ્રે કરી શકો છો અથવા તો રુની મદદથી તેને ગુલાબજળમાં ડૂબાડીને થપથપાવી શકો છો. ગુલાબજળ પણ ચામડી પર રિહાઈડ્રેટિંગ સિસ્ટમ ઉભી કરે છે.
કેટલાક ફેસ સીરમથી પોતાની ત્વચા નિખારો
ફેસ સીરમ લગાવવાની યોગ્ય રીત છે કે તેને દિવસમાં બે વાર લગાવવું જોઈએ. એકવાર સવારે અને એકવાર રાતે. દરેક પ્રકારની ત્વચા માટે અલગ અલગ પ્રકારના ફેસ સીરમ ઉપલબ્ધ છે. કોઈ ચામડીને ચમકદાર બનાવવા માટે વધારાનો લાભ પણ થાય છે.વિટામીન સી સાથે હયાલૂરોનિક એસિડ યુક્ત ફેસ સીરમ પાર્ટી પછીની સ્કિનકેર વ્યવસ્થા માટે સૌથી ઉત્તમ છે. હાયલ્યુરોનિક એસિડ હાઈડ્રેશનને વધારે છે અને ત્વચાની સ્થિતિસ્થાપકતા વ્યવસ્થિત રાખવા માટે મદદ કરે છે.
કોમળ અને નરમ ત્વચા માટે ફેસ ક્રીમ
જ્યારે સ્કિનકેર રુટિનની વાત આવે છે તો ફેસ સીરમ અને ફેસ ક્રીમ બન્નેનો ઉપયોગ થાય છે. જે એક ભીનાશ આપે છે અને એક ભીનાશ રોકે છે. ફેસ સીરમ લગાવ્યા પછીની સૌથી સારી ક્રીમ કુમકુમાદી તૈલમ આધારીત ક્રીમ છે. કુમકુમાદી દરેક પ્રકારની ચામડી માટે સૌથી ઉત્તમ છે. જોકે, સુકી અને સંવેદનશીલ પ્રકારની ત્વચા પર સૌથી વધારે અસરકારક નીવડે છે. કુમકુમાદી તૈલમમાં એન્ટીસેપ્ટિક, કીટાણુરહિત ગુણો હોય છે. લાંબા સમય સુધી મેકઅપ રાખ્યા પછી ત્વચાની સમસ્યાઓ જેવી કે ખીલ અને ડાઘ-ધબ્બાઓથી બચવા કરી શકે છે.
પિંક ક્લે માસ્ક
ગુલાબી માટી ત્વચાની ઈલાસ્ટિસિટી અને કોષને નાવિન્યકરણ આપે છે. કોષને સુધારવામાં પણ ગુલાબી માટી ખૂબ જ મદદરુપ થાય છે. ગુલાબી માટીમાં મુખ્ય રીતે ઓસ્ટ્રેલિયન માટી, સમુદ્રી શેવાળ અને દાડમ મિક્સ હોય છે. ઓસ્ટ્રેલિયન માટી તમારી ત્વચાને ડિટોક્સીફાઈ અને ચમકદાર બનાવે છે ઉપરાંત મજબૂત બનાવે છે. આ ત્વચાને મુલાયમ અને ચીકણી બનાવે છે જેના કારણે બ્લેકહેડ્સ ઓછા કરવામાં મદદ થાય છે. IANSના ઈનપુટ્સ સાથે.
Related Articles
મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રિ
મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરા...
Mar 19, 2023
Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો લોન્ચ
Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો...
Mar 11, 2023
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે...
Jan 23, 2023
Trending NEWS

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

24 March, 2023

24 March, 2023

24 March, 2023