અશ્લીલ વીડિયોનો આરોપ લગવાનાર હસીનાએ ચાલુ શોમાં મંત્રીને ફોન કર્યો

November 19, 2021

- ટિકટોક સ્ટારે પાકિસ્તાનનાં હોમ મિનિસ્ટરને લગાવ્યો ફોન


પ્રખ્યાત અને વિવાદિત ટિકટોક સ્ટાર હરિમ શાહ કથિત રીતે પાકિસ્તાનના એક મંત્રીને શોની અદ્ધવચ્ચે ફોન કોલ કરવાને લઇ ચર્ચામાં આવી ગઇ છે. ખરેખર હરિમ નાશપાતી પ્રાઇમ નામની ચેનલ પર To Be Honest 3.0ના શોમાં સામેલ થવા પહોંચી હતી. ત્યાં તેણે શો દરમિયાન જ પાકિસ્તાનના હોમ મિનિસ્ટરને ફોન કરી દીધો હતો. આ શો 24 નવેમ્બરે રિલીઝ થવાનો છે. પરંતુ તેનું ટીઝર યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.


આ કોઇ પ્રથમવાર નથી જ્યારે ટિકટોક સ્ટાર હરિમ શાહના કારણે શેખ રાશિદ ચર્ચામાં આવ્યા હોય. તે પહેલા પણ હરિમ શાહની સાથે કથિત સંબંધોને લઇ વિવાદોમાં રહ્યા છે. હરીમ શાહ એ જ છે, જેણે શેખ રશીદ પર અશ્લીલ વાતચીત કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીકટોક સ્ટાર રહિમ શાહે પાકિસ્તાનના ગૃહમંત્રીને તબીશ હાશ્મી (શોના હોસ્ટ)ના શોમાં કથિત રીતે ફોન લગાવ્યો હતો. ટિઝર વીડિયોમાં જોઇ શકાય છે કે આ દરમિયાન શોના એંકર હરિમ શાહને કહે છે કે જો તમે શેર રાશિદને અત્યારે ફોન કરો છો તો શું તેઓ તમારો ફોન ઉઠાવશે? એંકરના આ સવાલના જવાબમાં હરીમ શાહ કહે છે,‘કરી લઇએ’. જેના પછી હરીમ શાહનો ફોન મંગાવવામાં આવે છે અને શેર રશીદને ફોન કરવામાં આવે છે.


હરિમ શાહ શેખ રાશિદને ફોન કરે છે કે તરત જ બીજી બાજુથી શેખ રાશિદ (કથિત)નો અવાજ આવે છે અને તે કહે છે- હું અત્યારે વ્યસ્ત છું. આ પછી હરીમ શાહ કહે છે હવે વાત કરો ને? હરીમ શાહ વિશે શેખ રાશિદ કહે છે કે હું અત્યારે વાત કરી શકું તેમ નથી. આ પછી હરિમ શાહ તેની સાથે વાત કરવાની જીદ કરે છે, તો શેખ રાશિદ ગુસ્સે થઈ જાય છે અને ફોન કાપી નાખે છે.


આ કાર્યક્રમ 24 નવેમ્બરે પાકિસ્તાનમાં રિલીઝ થવાનો છે. હરિમ શાહ અગાઉ પણ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે જૂન મહિનામાં અચાનક લગ્ન કરી લીધા હતા. તે દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તેના લગ્ન સિંધ પ્રાંતના પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય સાથે થયા હતા. જોકે પ્રાઈવસીનું ધ્યાન રાખીને તેણે પોતાના પતિનું નામ કોઈની સામે જાહેર કર્યું ન હતું.