હું અમેરિકાના તમામ લોકોનો રાષ્ટ્રપતિ છું, અમેરિકાને એકજૂથ કરવા માટે સમર્પિત છું : જો બાઇડન

January 21, 2021

વોશિંગટનઃ જોસેફ આર બાઇડન એટલે કે જો બાઇડને અમેકરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. જેની સાથે જ ભારતવંશી કમલા હેરિસે પણ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લઇને ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના કેપિટલ હિલ બિલ્ડિંગમાં કડક સુરક્ષા વચ્ચે શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ જો બાઇડને પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કોરોના સંકટ, રંગભેદ, કેપિટલ હિલ હિંસા, રોજગારી સહિતની વાતોનો ઉલ્લેખ કર્યો હતો. જો બાઇડને કહ્યું કે આ અમેરિકાનો દિવસ છે. આ લોકતંત્રનો દિવસ છે, ઇતિહાસ, આશા અને નવીનીકરણનો દિવસ છે. લોકતંત્રના કારણે આજના દિવસની ઉજવણી થઇ રહી છે. અમેરિકામાં દરેક વ્યક્તિની વાત સાંભળવામાં આવશે. આપણે શીખ્યા છીએ કે લોકતંત્ર કિંમતી છે લોકતંત્ર નાજુક છે. બાઇડને આગળ કહ્યું કે હું જે અહીં પોતાની ઉપસ્થિતિ માટે બંને પક્ષના લોકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું. હું મારી પહેલાના રાષ્ટટ્રપતિઓનો પણ આભાર માનુ છુ. અમેરિકામા દેરકને સન્માન મળશે. અમેરિકાની સેના સશક્ત છે ને દરેક પડકાર માટે તૈયાર પણ છે. 
તેમણે કહ્યું કે સત્તા માટે લોકો ખોટુ બોલ્યા, પરંતુ ન્યાય સાથે અને હિંસાના વોરધમાં રહેવાના કારણે આજે અહીં ઉભા છીએ. આપણે હિંસક રાજનીતિ સામે લડવું પડશે. હું કોઇ પક્ષનો પ્રેસિડેન્ટ નથી પરંતુ હું અમેરિકાના તમામ લોકોનો રાષ્ટ્રપતિ છું, જે લોકોએ મને મત નથી આપ્યો તેમનો પણ રાષ્ટ્રપતિ છું. હું તમામ લોકોનું પ્રગતિ માટે કામ કરીશ. આજે નવો ઇતિહાસ બની રહ્યો છે. અમેરિકાની માટી લોકોની ભાવનાઓનો આદર કરતી આવી છે. આપણે તેને જાળવી રાખવાનું છે અને પુરી લગન ને તાકાત સાથે દેશ માટે કરવાનું છે. આપણે 400 વર્ષ જૂની આપણી પરંપરાને આગળ વધારવાની છે. બાઇડને કહ્યું કે અમેરિકા કોરોના સંકટ સામે લડી રહ્યું છે. પહેલાની સરકારની ભૂલના કારણે લાખો લોકોના જીવ ગયા છે, પરંતુ અમે આ મહામારીનો હિંમત વડે સામનો કરીશું. જે કંઇ પણ પડકારો આવશે તેનું સમજદારીપૂર્વક સામાધાન કરીશું.