આઈસીસી રેંકિંગ : કોહલીને પછાડી સ્મિથ બીજા સ્થાને

January 13, 2021

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ બેટ્સમેનોની રેક્નિંગમાં ત્રીજા સ્થાને ખસકી ગયો છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ બીજા સ્થાન પર આવી ગયો છેબીજીતરફ ટીમ ઈન્ડિયાની દીવાલ કહેવાતો ચેતેશ્વર બૂજારા બે સ્થાન ઉપર ચઢીને આઠમાં સ્થાને આવી ગયો છે. કોહલીના ૮૭૦ રેટિંગ પોઈન્ટ છે. તે પિતૃત્વ અવકાશને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત આવી ગયો છે. તેની પત્ની અનુષ્કાએ સોમવારે પુત્રીને જન્મ આપ્યો છેસ્મિથ ૯૦૦૦ પોઈન્ટની સાથે બીજા સ્થાન પર છે, જ્યારે ટોપ પર ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન છે જેના ૯૧૯ પોઈન્ટ છે. સ્મિથે સિડની ટેસ્ટમાં ૧૩૧ અને ૮૧ રન બનાવ્યા હતા. વિલિયમસને પાકિસ્તાન વિરુદ્ધ ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં ૨૩૮ રનની ઈનિંગ રમી હતીવિલિયમસન આઈસીસી રેક્નિંગમાં સર્વાધિક રેટિંગ પોઈન્ટ મેળવનાર કીવિ ક્રિકેટર પણ બની ગયો છે. ટીમ ઈન્ડિયાના કાર્યવાહક કેપ્ટન રહાણે  એક સ્થાનના નુકસાન સાથે સાતમાં સ્થાન પર છેરિષભ પંતે ૩૯ અને ૯૭ રન બનાવ્યા જેની મદદથી તે ૧૯ સ્થાનની છલાંગ લગાવી ૨૬માં સ્થાને પહોંચી ગયો છે. હનુમા વિહારી ૫૨માં, શુભમન ગિલ ૬૯માં અને અશ્વિન ૮૯માં સ્થાન પર છેબોલરોમાં ઓફ સ્પિનર અશ્વિન બે સ્થાન નીચે આવીને નવમાં સ્થાન પર છે. જ્યારે બુમરાહ એક સ્થાનના નુકસાનની સાથે દસમાં સ્થાને છે. પેટ કમિન્સ બોલરોની યાદીમાં ટોપ પર છે, જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ બીજા સ્થાને છે.