અફઘાનિસ્તાનના જલાલાબાદમાં IED બ્લાસ્ટ, 20 લોકો થયા ઘાયલ

September 18, 2021

જલાલાબાદ- અફઘાનિસ્તાની ધરતી ફરી ધણધણી ઉઠી છે. સામે આવેલી વિગતો અનુસાર અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બ્લાસ્ટ થયો છે. જેમા 20 લોકો ઘાયલ થયા છે. સ્થાનિય મીડિયા અનુસાર PD13 વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો હતો. જેમા 20 લોકો ઘાયલ થયા છે જો કે હજુ કોઈ વ્યક્તિના મોતના સમાચાર નથી.
અફઘાનિસ્તાનની એક ચેનલે નંગરહાર પ્રાંતના સ્થાનિય અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, જલાલાબાદમાં એક સડક કિનારે લગાવવામાં આવેલા IEDની ઝપેટમાં તાલિબનનું વાહન આવી ગયું. નંગરહાર પ્રાંતીય હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, અંદાજે 20 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમા મોટાભાગના નાગરિકો છે.


તો બીજી તરફ શુક્રવારે પેંટાગને ગયા મહિને અફઘાનિસ્તાનમાં કેટલાય સામાન્ય નાગરિકોના જીવ લેનારા ડ્રોન હુમલા અંગે પોતાની ભૂલ સ્વિકારી છે. તેમણે જણાવ્યું કે, એક સમીક્ષામાં જાણવા મળ્યું કે, હુલલામાં માત્ર સામાન્ય નાગરિકોના મોત થયા હતા ન કે ઈસ્લામિક સ્ટેટના આતંકી,જેમ કે પહેલા કહેવામાં આવતુ હતું.


અમેરિકી સેંટ્રેલ કમાંડના પ્રમુખ મરીન જનરલ ફ્રેંક મેકેંજીએ પેંટાગનના એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, આ હુમલો એક ભૂલ હતી. 29 ઓગસ્ટે થયેલા આ હુમલાને પેંટાગનના અધિકારીઓ ઘણ દિવસો સુધી યોગ્ય ગણાવી રહ્યા હતા. આ હુમલામાં 7 બાળકો સહિત 10 નાગરિકોના મોત થયા હતા, તેમ છતા અમેરિકા તરફથી તેને યોગ્ય રીતે અંજામ આપ્યો હોવાનું રટણ કરવામાં આવતું હતું.