અફઘાનિસ્તાનને દરેક ક્ષેત્રમાં સહયોગની જરૂર, ભારત મદદ કરે તો અમે સંકટોને દૂર કરી શકીશુ : અનસ હક્કાની

May 28, 2022

કાબુલ: ભારત માટે પાડોશી દેશ અફઘાનિસ્તાન હંમેશાથી જ એક પ્રમુખ ફોકસ રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ જેવી સ્થિતિમાં પણ અમુક પરિવર્તન આવ્યા નથી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ યુદ્ધથી તબાહ અફઘાનિસ્તાન પર બે દિવસીય સુરક્ષા ચર્ચા માટે તાજિકિસ્તાનના દુશાંબેમાં છે. જેમાં સુરક્ષા વાર્તામાં મેજબાન દેશ સિવાય રશિયા, ચીન, ઈરાન, ઉજ્બેકિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કજાકિસ્તાન પણ ભાગ લઈ રહ્યા છે. આ વાર્તા આતંકવાદ, એક સમાવેશી સરકારની રચના અને અફઘાનિસ્તાનમાં સામે આવી રહેલા માનવીય સંકટ પર કેન્દ્રિત થવાની સંભાવના છે. તાલિબાનના દેશમાં કબ્જા બાદ ભારતે ઓગસ્ટ 2021માં કાબુલમાં પોતાનુ દૂતાવાસ બંધ કરી દીધુ હતુ. અગાઉ ભારતે મજાર-એ-શરીફ, કંધાર, હેરાત અને જલાલાબાદમાં પોતાના વાણિજ્ય દૂતાવાસોને પણ બંધ કરી દીધા હતા. તેમ છતાં બંને દેશો વચ્ચે ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ અકબંધ છે. ભારતે તાજેતરના મહિનાઓમાં કેટલીક બેચમાં અફઘાનિસ્તાનને ખાવા-પીવાનો સામાન, મેડીકલ સપ્લાય અને અન્ય માનવીય સહાયતા મોકલી છે. રાજકીય સ્તરે ઔપચારિક સંબંધોને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયત્ન પણ ચાલુ છે. આ દરમિયાન ઉચ્ચ તાલિબાન નેતા અનસ હક્કાનીનુ કહેવુ છે કે તેઓ તમામ અફઘાનીઓને વાતચીત માટે એક મેજ પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ આયોગની સ્થાપના લગભગ તમામ પૂર્વ સરકારી અધિકારીઓને એક સ્થળે પાછા લાવવાના ઈરાદાથી કરવામાં આવી હતી. 
અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સ્થાન છે. અફઘાન ટીમે ખૂબ જ ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવી છે. અફઘાનિસ્તાનના લોકો પોતાની ક્રિકેટ ટીમને પ્રેમ કરે છે અને ઈસ્લામિક અમીરાત દરેક સંભવ રીતથી સમર્થન અને મદદ કરે છે. અમારી વચ્ચે કેટલાક મુદ્દા હતા, જેમને ભારતીય ક્રિકેટ બોર્ડની મદદથી ઉકેલાયા હતા. મારુ માનવુ છે કે આ રમત બે દેશોને એક સાથે લાવે છે અને બંને દેશોના લોકોની વચ્ચે ખુશીઓ ફેલાવે છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત અને તેમનુ ક્રિકેટ બોર્ડ અમારી ક્રિકેટ ટીમને ભવિષ્યમાં આવનારા મુદ્દામાં મદદ કરે અને આ રમત આપણા સંબંધોને મજબૂત કરવાનુ માધ્યમ બને. વર્તમાન સમયમાં અફઘાનો પર અસંખ્યા સંકટ છે. એક માનવીય સંકટ છે અને અફઘાનિસ્તાનના લોકોએ આ બધુ વેઠ્યુ છે. ઘણા વર્ષો બાદ અફઘાનિસ્તાનના લોકોએ ભોજન, અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા તમામ સંકટ છતાં પસાર કર્યા છે. અમીરાતે તમામ દેશોને એક સંદેશ મોકલ્યો છે જે પણ અફઘાનીઓની મદદ કરવાની ઈચ્છા રાખે છે તેમનુ સ્વાગત છે. અફઘાનિસ્તાનને દરેક ક્ષેત્રમાં મદદ અને સહયોગની જરૂર છે. એ ભારત સરકાર પર નિર્ભર કરે છે કે તેઓ અફઘાનિસ્તાનના લોકોની કેવી રીતે મદદ કરી શકે છે જો ભારત અમારી મદદ કરશે તો અમે ધીમે-ધીમે તે સંકટોને દૂર કરી શકીશુ જેનો અમે સામનો કરી રહ્યા છીએ. તાલિબાની નેતા અનસ હક્કાનીએ જણાવ્યુ કે અમીરાતની એક નીતિ છે. જેના હેઠળ તેણે દુનિયાને એક ખુલ્લુ આમંત્રણ મોકલ્યુ છે. અમે તમામ દેશોને કહ્યુ છે કે અમે તેમની સાથે રાજદ્વારી સંબંધ અને વિચાર-વિમર્શ પહેલાની રીતે ફરી શરૂ કરવા ઈચ્છે છે. અમારા દરવાજા તમામ માટે ખુલ્લા છે. ભારતને પણ આમંત્રિત કરાયુ છે. સરકારની જવાબદારી છે કે તે દરેક નાગરિકની રક્ષા કરે, જે કોઈ પણ મિત્રતાના ઈરાદાથી, સ્પષ્ટ દિલથી અફઘાનિસ્તાન આવે છે. અમે તમામને આશ્વાસન આપીએ છીએ કે શાંતિ અને સ્થિરતાને મજબૂત કરવા માટે અફઘાનિસ્તાન આવનારા દરેક વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરવી અમારુ કર્તવ્ય છે.