જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા

January 21, 2021

વોશિંગટનઃ જો બાઇડેન મહાસત્તા અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા છે તો ભારતીય મૂળના કમલા હેરિસે પણ મેરિકાના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ સર્જ્યો છે. અમેરિકાના કેપિટલ બિલ્ડિંગમાં જો બાઇડને રાષ્ટ્રપતિ પદના અને કમલા હેરિસે ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા છે. જેની સાથે જ 
જગત જમાદાર અમેરિકા માટે છેલ્લા કેટલાક દિવસો ઘણા ખરાબ રહ્યા છે. અમેરિકાના સાંસદ ભવનમાં ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસાના પગલે ચોતરફ અમેરિકાની ટીકા થઇ રહી હતી. વિશ્વની સૌથી જૂની લોકશાહી હોવાનું ગૌરવ લેતા અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાહઠના કારણે શરમમાં મુકાવાનો વારો આવ્યો હતો. ત્યારે આજનો એટલે કે 20 જાન્યુઆરીનો દિવસ અમેરિકા માટે ઘણો ખાસ હતો. 
જો બિડન 1973ના વર્ષમાં ડેલાવાયરમાંથી સૌથી યુવાન સેનેટર તરીક ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ પાંચ દાયકાના જાહેર જીવન બાદ હવે અમેરિકાની સત્તા તેમના હાથમાં આવી છે. કેપિટલ હિલમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જોર્જ બુશ અને બિલ ક્લિંટન પણ હાજર રહ્યા હતા. એક તરફ બાઇડને રાષ્ટ્રપતિ પદના શપથ લીધા, તો તેના પહેલા કમલા હેરિસે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ લઇને ઇતિહાસ રચ્યો છે. અમેરિકાની ઉપ રાષ્ટ્રપતિ બનનાર તેઓ પહેલી મહિલા અને અશ્વેત છે. સાથે જ તેઓ પહેલા એવા ભારતવંશી છે જે અમેરિકાન પ્રશાસનના બીજા મહત્વના પદ સુધી પહોંચ્યા હોય.