મારી પાર્ટી સત્તા પર આવી તો ભારત પાસેથી ત્રણ વિસ્તાર પાછા લઈ લઈશું: નેપાળના પૂર્વ પીએમ

November 27, 2021

કાઠમંડુ- નેપાળના પૂર્વ પીએમ તેમજ ડાબેરી પાર્ટીના પ્રમુખ કે પી શર્મા ઓલીએ વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે, અમારી પાર્ટી જો સત્તામાં આવી તો ભાત પાસેથી કાલાપાણી, લિમ્પિયાધુરા અને લિપુલેખ વિસ્તારને વાતચીત કરીને પાછા લઈ લઈશું. ભારત અને નેપાળ વચ્ચે આ વિસ્તારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે.ભારત અને નેપાળ આ વિસ્તારને પોતાના દેશના અભિન્ન અંગ તરીકે દર્શાવી રહ્યા છે.


દરમિયાન નેપાળના ડાબેરી પક્ષ નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના સંમેલનમાં ઓલીએ કહ્યુ હતુ કે, ભારત સાથે વાતચીત થકી આ ત્રણે વિસ્તારોને અમે પાછા લઈશું.અમે વાતચીત થકી સમાધાનના પક્ષમાં અને પાડોશીઓ સાથે દુશ્મનીના પક્ષમાં નથી.


ઓલીએ કહ્યુ હતુ કે, આગામી વર્ષે થનારી ચૂંટણીમાં અમારી પાર્ટી સૌથી શક્તિશાળી રાજકીય પરિબળ હશે.
ઉલ્લેખનીય છે કે, ભારતે ઉત્તરાખંડમાં લિપુલેખ અને ધારચુલાને જોડતા રસ્તાનુ 2020માં ઉદઘાટન કર્યુ એ પછી બંને દેશો વચ્ચેના સબંધોમાં તનાવ આવ્યો હતો.નેપાળે દાવો કર્યો હતો કે, જે રસ્તાનુ ઉદઘાટન ભારતે કર્યુ છે તે નેપાળમાંથી પસાર થયા છે. નેપાળે એ પછી ઉપરોક્ત ત્રણ વિસ્તારોને પોતાના દેશમાં દર્શાવતો નવો નકશો પણ બહાર પાડ્યો હતો.