આટલું કરશો તો નાના બ્રેસ્ટ પણ ભરાવદાર લાગશે

October 20, 2021

બ્રેસ્ટ સ્ત્રીના સૌંદર્ય અને આત્મવિશ્વાસનાં પ્રતીક હોય છે. ઘણી યુવતીઓ કે સ્ત્રીઓ પોતાનાં બ્રેસ્ટને લઈને સંતુષ્ટ ન હોય તો તેઓ હોર્મોન પિલ્સ, બ્રેસ્ટ એનર્લાિંજગ (સ્તન મોટાં કરવાની સર્જરી) કરાવે છે. જોકે, તમે થોડી ધીરજ રાખો તો તમારાં નાનાં બ્રેસ્ટને મોટાં બનાવી કે દેખાડી શકો છો. જેમાં તમે નાનાં બ્રેસ્ટને મોટાં બતાવવા માટે યોગ્ય પ્રકારની બ્રા તથા કપડાં પહેરી શકો છો, પરંતુ તેમ છતાં તમને સંતોષ ન હોય તો મસલ સ્ટ્રેન્થનિંગ કે પોૃરમાં સુધારો લાવનારી એક્સરસાઈઝથી બ્રેસ્ટની સાઈઝમાં ફેરફાર લાવી શકો છો. એ તો ઠીક જ્યારે બધું જ ફેલ જાય ત્યારે મેકઅપ અને કન્ટૂરિંગથી તમારી ચેસ્ટને હાઈલાઈટ કરીને બ્રેસ્ટને મોટા બતાવી શકો છો. 

યોગ્ય બ્રાની પસંદગી 
યોગ્ય ફીટિંગવાળી બ્રા તમારી ચેસ્ટને ઢીલી ફીટિંગવાળી બ્રાની તુલનામાં વધારે મોટાં બતાવી શકે છે. બ્રા બેન્ડની સાઈઝ નક્કી કરવા માટે તમારા બસ્ટની સીધા નીચેથી શરૂ કરીને તમારી રિબકેઝની ચારે તરફનું માપ લો. સરળ રીતે કહીએ તો તમારી બ્રેસ્ટ સાઈઝ જાણવા માટે છાતીના ઉભારવાળા ભાગનું ચારે તરફથી માપ લો. આટલું કરીને તમે તમારી કપ સાઈઝ જાણવા માટે તૈયાર છો. હવે બેન્ડ મેઝરમેન્ટને તમારા બસ્ટ મેઝરમેન્ટમાંથી બાદ કરી દો અને પછી બ્રા સાઈઝના ચાર્ટનો ઉપયોગ કરો જેથી શેપ સારો લાગે. 

સોફ્ટ-સિમ્ડ બ્રા પસંદ કરો 
કડક કંટૂર બ્રા બ્રેસ્ટને બ્રાના કપના નીચેના ભાગ પર લઈ જઈને છોડી દે છે અને તેનાથી તે નાનાં દેખાય છે. બ્રેસ્ટને એક નેચરલ, વધારે સિક્યોર સાઈઝ કે શેપ આપવા માટે સીમ્ડ (સિલાઈવાળી) બ્રાની પસંદગી કરો. કંટૂર બ્રા પહેરી ન હોય ત્યારે પણ તે પોતાના શેપમાં જ રહે છે જ્યારે સીમ્ડ બ્રા નરમ ફેબ્રિકથી બનેલી હોય છે, જે તમારાં બ્રેસ્ટના શેપમાં ફીટ બેસી જાય છે. 

અંડરવાયર બ્રા પહેરો 
અંડરવાયર બ્રા તમારા બસ્ટ સાઈઝની સાથે મળીને થોડો ઉભાર આપી શકે છે. આમાં મળનારો સપોર્ટ એક નેચરલ શેપ આપવાની સાથે સાથે તમારી ચેસ્ટને પણ કમ્ફર્ટેબલ રાખે છે. અંડરવાયર બ્રા ટાઈપ્સમાં તમે ડેમી બ્રા, સ્ટ્રેપલ્સ બ્રા અને લો પ્લંજ બ્રા પહેરી શકો છે. જોકે, એક વાત યાદ રાખવા જેવી છે કે અંડરવાયર બ્રા કદાચ પિયર-શેપ ધરાવનારા લોકોને કમ્ફર્ટેબલ ન પણ લાગે, કારણ કે તેના વાયર્સ બહાર નીકળીને ત્વચાને ખૂંચી પણ શકે છે. આમના માટે સીમ્ડ અથવા પુશઅપ બ્રાનો ઉપયોગ કરવો જ શ્રેષ્ઠ રહે છે. 

પુશઅપ બ્રા પહેરો  
ક્રેસન્ટ (અર્ધચંદ્રાકાર) શેપ એક ડિફાઈન્ડ ક્લીવેજ બનાવવા માટે તમારા બ્રેસ્ટ ટિશ્યૂને સેન્ટરની તરફ ધકેલે છે. સ્ટ્રેચ-ટૂ-ફિટ કપ્સવાળી પુશઅપ બ્રા તમારે શોધીને પહેરવી જોઈએ જે તમારી ચેસ્ટની ઉપર બહુ સારી રીતે ફિટ બેસે.  સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્રાને દર ત્રણ-ચાર મહિને ચેક કરતા રહો, કારણ કે જૂની, ઘસાઈ ગયેલી બ્રા તમારાં બ્રેસ્ટને યોગ્ય રીતે પકડી નહીં શકે. બ્રા પહેરીને અરીસામાં તમારી સાઈડ પ્રોફાઈલ જુઓ. જો તમારા નિપ્પલ ઊઠેલા નહીં, પણ નીચે ઝૂકેલા દેખાઈ રહ્યા હોય તો સમજી લેવું કે નવી બ્રા ખરીદવાનો સમય થઈ ગયો છે.