સુશાંત સિંહ કેસમાં તેના પિતા રજૂઆત કરશે તો સીબીઆઈ તપાસ શક્ય ઃ નીતીશ કુમાર

August 01, 2020

‘તપાસમાં બે રાજ્યની વચ્ચે ઝઘડાનો પ્રશ્ન જ નથી’


પટના ઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસ પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જો સુશાંતના પિતા કહેશે તો સીબીઆઈ તપાસ શકય છે. નીતીશ કુમારે કહ્યું કે મુંબઇ પોલીસે બિહાર પોલીસને સહયોગ કરવો જોઇએ. સિનિયર એડવોકેટ આ કામ માટે લાગેલા છે, મજબૂતીની સાથે જવાબદારી નિભાવી છે. તો આખા કેસમાં એવા સમાચાર મળી રહ્યા છે કે મુંબઇ પોલીસ તપાસ માટે પહોંચેલ બિહાર પોલીસને સહયોગ કરતી નથી.


નીતીશ કુમારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ બિહારમાં કેસ નોંધાવ્યો છે. પોલીસનું કામ છે તેના પર તપાસ કરવાનું. આ અમારા લોકોનો રોલ નથી. જેમણે કેસ નોંધાવ્યો છે, જો તેઓ કહેશો તો રાજ્ય સરકાર આગળ કંઇક એકશન લેશે. આ તપાસમાં બે રાજ્યની વચ્ચે ઝઘડાનો પ્રશ્ન જ નથી. હા જો સુશાંતના પિતાની તરફથી માંગણી કરાશે તો સીબીઆઈ તપાસ શકય છે.