સોદો યોગ્ય રહેશે તો રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદીશું : ગેઈલના ચેરમેન

May 28, 2022

દેશની સૌથી મોટી ગેસ ટ્રાન્સમીટર કંપની ગેલના (GAIL) ચેરમેન મનોજ જૈને શુક્રવારે જણાવ્યું કે જો વેપારની દ્રષ્ટિએ સોદો યોગ્ય રહેશે તો કંપની રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી શકે છે. યુક્રેનમાં રશિયાની કાર્યવાહી બાદ અમેરિકા સહિત મોટાભાગના પશ્ચિમ સહયોગી દેશોએ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાનું ઓછું કરી દીધું છે.

24મી ફ્રેબુઆરીના રોજ રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. એટલું જ નહિ યુરોપીયન યુનિયને પણ રશિયા પર પ્રતિબંધોનો મારો ચલાવ્યો હતો અને તેમાં 6 મહિનામાં કાચા તેલની ખરીદ પરનો પ્રતિબંધ પણ સામેલ છે.

ભારતે હમેંશા રશિયા અને પશ્ચિમી દેશો સાથે પોતાના સંબંધોને યોગ્ય રીતે જાળવી રાખ્યા છે. જોકે તેણે રશિયા પર અન્ય ક્વોડ રાષ્ટ્રોની જેમ પ્રતિબંધો લાદયા નથી. ગેલના ચેરમેને કહ્યું કે જો વેપારની દ્રષ્ટિએ સોદો યોગ્ય રહેશે તો કોઈ ના કેમ પાડે. ગેલના ત્રિમાસિક નફામાં 39 ટકાનો વધારો નોંધાયો છે. LPG અને LNGની માંગમાં વધારો થતાં તેઓ ગ્લોબલ કંપનીઓ પાસેથી તેલ ખરીદવા મૂદે વિચારણા કરી રહ્યાં છે.