સીધા ભાગ્યા હોત તો ટોળુ મારી નાંખત, ઘાયલ ACPએ મોતને નજર સામે જોયુ

February 29, 2020

નવી દિલ્હી : દિલ્હી હિંસામાં ચાંદબાગ વિસ્તારમાં ઘાયલ થયેલા દિલ્હી પોલીસના એસીપી અનુજ કુમારે તે દિવસે કઈ રીતે ટોળાનો શીકાર થતા બચ્યા તેની જાણકારી આપી છે.

અનુજ કુમરનુ કહેવુ છે કે,મારી સાથે ઉપરી અધિકારી ડીસીપી અમિત શર્મા પણ ઘાયલ થયા હતા. હિંસામાં શહીદ થયેલા કોન્સ્ટેબલ રતન લાલ પણ મારી સાથે જ હતા. દેખાવો કરી રહેલા લોકો રસ્તા પર આવી ગયા હતા. એ પછી એવી અફવા ફેલાઈ હતી કે, પોલીસની ગોળીઓથી બાળકોના મોત થયા છે. આ અફવા બાદ ટોળુ બેકાબૂ થઈ ગયુ હતુ.

અનુજ કુમાર કહે છે કે, 24 ફેબ્રુઆરીએ મારી બીજા કર્મચારીઓ સાથે ચાંદબાગ વિસ્તારમાં મજાર પાસે ડ્યુટી હતી.આગલી રાતે આ વિસ્તારમાં વજીરાબાદ રોડ જામ કરવામાં આવ્યો હતો.આ રસ્તો ક્લીયર રહે તેવી સૂચના હતી.એ દિવસ લોકો ધીરે ધીરે ભેગા થતા ગયા હતા. તેમને સમજાવ્યા પછી પણ ટોળુ આગળ વધતુ રહ્યુ હતુ. તેઓ સર્વિસ રોડથી મુખ્ય રોડ પર આવી ગયા હતા અને બાળકોના ફાયરિંગમાં મોત થયાની અફવા બાદ જોત જોતામાં પથ્થમારો શરુ થઈ ગયો હતો.