કંપનીમાં પાત્રતા ધરાવતા ૧૦૦ કર્મી હશે તો વર્કપ્લેસ વેક્સિનેશન સેન્ટર ઊભું થશે

April 08, 2021

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી જણાવ્યું છે કે હવે જે વર્કપ્લેસમાં(જાહેર અને ખાનગી બન્ને) આશરે ૧૦૦ વેક્સિનેશનની પાત્રતા અને ઇચ્છા ધરાવતા કર્મચારીઓ હશે તેને હાલમાં અસ્તિત્વ ધરાવતાં કોવિડ વેક્સિનેશન સેન્ટર સાથે ટેગિંગ કરીને વર્કપ્લેસ ખાતે વેક્સિનેશન ઓર્ગેનાઇઝ કરી શકાશે. આ કામગીરીમાં રાજ્યોને સપોર્ટ કરવા માટેની માર્ગરેખાઓ તૈયાર કરવામાં આવી છે અને તેને સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવી છે. આ માર્ગરેખાઓ રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજર્સને જરૂરી માહિતી સાથે સપોર્ટ કરશે અને વેક્સિનેશન સેશન ઓર્ગેનાઇઝ કરવા માર્ગદર્શન આપશે. ૧૧ એપ્રિલથી આવા વર્કપ્લેસ વેક્સિનેશન સેન્ટર્સ લોંચ કરી શકાશે.
ગાઇડલાઇન @ એ ગ્લાન્સ
૪૫ વર્ષથી વધુ વયના વર્કપ્લેસના કર્મચારીઓ જ આ સેન્ટરનો લાભ લઈ શકશે.
લાભાર્થીએ વેક્સિનેશન અગાઉ Co-WIN પોર્ટલ પર નોંધણી કરી હોવી જોઈશે. નોટલ ઓફિસર આ બાબતની ખાતરી કરશે.
Co-WIN પોર્ટલ પર આવા તમામ વર્કપ્લેસ વેક્સિનેશન સેન્ટરની નોંધણી કરાવવી પડશે
સરકારી વર્કપ્લેસમાં દરેક સીવીસીને નજીકની સરકારી મેડિકલ સુવિધાના સીવીસી સાથે ટેગ કરાશે
ખાનગી વર્કપ્લેસને નજીકની ખાનગી મેડિકલ સુવિધાના સીવીસી સાથે ટેગ કરાશે
વર્કપ્લેસ સીવીસી વર્કપ્લેસ પર વેક્સિનેશન ટીમને ગોઠવવાની જવાબદારી ઇન્ચાર્જ સંભાળશે.
ઓછામાં ઓછા ૫૦ પાત્રતા ધરાવતા કર્મચારીની નોંધણી થયા બાદ જ વેક્સિનેશન સેશનની યોજના કરાશે
વેક્સિનેશન સેશનનું શિડયૂલ ૧૫ દિવસ પહેલાં જ તૈયાર કરી 
દેવું પડશે.
સરકારી વર્કપ્લેસ પર વેક્સિન મફતમાં ઉપલબ્ધ કરાશે
ખાનગી વર્કપ્લેસ સીવીસી પેમેન્ટ આધારિત રહેશે અને તે ખાનગી હેલ્થ ફેસિલિટીના દર પ્રમાણે રહેશે. દરેક વ્યક્તિ દીઠ 
રૂ. ૧૫૦નો ચાર્જ અને મહત્તમ 
રૂ. ૧૦૦નો સર્વિસ ચાર્જ લાગુ થશે.