સરળતાથી વજન ઘટાડવું છે તો ખાલી પેટે પીઓ આ પાણી

July 26, 2022

વજન ઘટાડવા માટે લોકો જિમ, કસરત, યોગા અને ડાયટિંગની મદદ લે છે. ડાયટિશિયન લોકોને સવારે ખાલી પેટે સાદુ પાણી પીવાને બદલે કોઈ ફ્લેવર્ડ વોટર પીવાનું સૂચન કરે છે. ખાસ કરીને મેથીનું પાણી અને લીંબુ પાણી પીવાનું કહેવામાં આવે છે. આ બંને વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. જો તમે કંઈ ખાસ ન કરી શકો તો ઓછી મહેનતે 3 પ્રકારના પાણીમાંથી કોઈ 1 પાણી પી શકો છો અને તમારા વજનને કંટ્રોલમાં રાખી શકો છો. તેનાથી તમને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને પાચન સંબંધી તકલીફો દૂર થાય છે. તો જાણો સવારે ખાલી પેટે કયું પાણી પીવું.

મેથી પાણી
હેલ્થ અને ટેસ્ટ બંનેમાં મેથી પાણી લાભદાયી છે. ખાસ કરીને વજન ઘટાડવા માટે મેથીનું પાણી લાભદાયી બની શકે છે. મેથીના દાણામાં ભરપૂર ફાઈબર હોય છે. તેનાથી કાર્બોહાઈડ્રેટને અવશોષિત કરવાની પ્રક્રિયા સ્લો થાય છે. મેથીમાં એમિનો એસિડ હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. વધતા વજનથી પરેશાન લોકોએ રોજ સવારે મેથીનું પાણી પીવું જોઈએ. તમે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણા મિક્સ કરીને રાતભર પલાળી રાખો.સવારે આ પાણી ગાળીને પીઓ.

જીરું પાણી
જીરું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે જીરાવાળું પાણી પીવામાં આવે છે તો થોડા દિવસોમાં ટમી ઓછું થાય છે. જીરા પાણીથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. રોજ જીરાનું પાણી પીવાથી પાચન સાથેની સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું મિક્સ કરો અને રાતભર માટે તેને રહેવા દો. સવારે આ પાણીને ગાળીને પી લેવાથી લાભ થશે.

લીંબુ પાણી
લીંબુ પાણી વજન ઘટાડવા માટે સૌથી સરળ અને કારગર ઉપાય છે. રોજ લીંબુ પાણી પીવાથી મેટાબોલિઝમ સારું રહે છે. તેનાથી વજન ઝડપથી ઘટે છે. લીંબુ પાણીમાં કેલેરી ઓછી અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી તમારી ઈમ્યુનિટી વધે છે અને તમે શરદી ખાંસી જેવી બીમારીથી બચી સકો છો. તમારું વજન ઝડપથી ઘટાડવું છે તો રોજ સવારે લીંબુ પાણી પીઓ. કોશિશ કરો કે ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીઓ.