વિજય શેખર શર્માને ફરી નિયુક્તિ ન કરવા IIASની સલાહ

August 13, 2022

નવી દિલ્હી: ઈન્વેસ્ટર એડવાઈઝરી ફર્મ IIASએ Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે વિજય શેખર શર્માની પુનઃનિયુક્તિ ન કરવા માટે સલાહ આપી છે. ભારતમાં સૂચિબદ્ધ કંપનીઓના શેરધારકોને મતદાન સબંધમાં સૂચનો આપતી પેઢી IIASએ શર્માને મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે ફરીથી નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી ન આપવાનું સૂચન કર્યું છે. ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર એડવાઈઝરી સર્વિસએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, શર્માએ ભૂતકાળમાં કંપનીને નફાકારક બનાવવા માટે ઘણી પ્રતિબદ્ધતાઓ કરી હતી પરંતુ તે પૂર્ણ થઈ નથી. અમે માનીએ છીએ કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપની મેનેજમેન્ટને વ્યવસાયિક રીતે ચલાવવા વિશે વિચારવું જોઈએ.આ સાથે કંપનીએ શર્માને વધુ વેતન અને અન્ય લાભો આપવાના પ્રસ્તાવ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. IIASએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, જો કંપની ખોટમાં ચાલતી રહેશે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શર્માને વધેલા પગાર અને અન્ય લાભો આપવા પર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવને મંજૂરી માટે શેરધારકોની બેઠકમાં મૂકવાની રહેશે પરંતુ IAS એ પ્રસ્તાવને સમર્થન ન આપવાની ભલામણ કરી છે. આ સાથે તેણે Paytmના ગ્રુપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર મધુર દેવરાની 5 વર્ષના સમયગાળા માટે સંપૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે નિમણૂકને સમર્થન આપ્યું છે પરંતુ તેમણે દેવરા માટે પ્રસ્તાવિત પગાર અને ભથ્થાનો વિરોધ કર્યો હતો.