ઇમરાનખાનના રાજકીય પક્ષ પીટીઆઇ પર પ્રતિબંધની શકયતા

May 19, 2023

ગૃહમંત્રી સનાઉલ્લાહ રાણાએ પીટીઆઇ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી
સત્તારુઢ ગઠબંધનના બિલાવલ ભુટ્ટો ઝરદારી સહિતના નેતાઓને વાંધો
નવી દિલ્હી- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન અને સેના વચ્ચે રાજકીય સંઘર્ષ ચાલી રહયો છે. વર્તમાન શાહબાઝ શરીફ સરકાર પણ ઇમરાનખાન પર વિવિધ પ્રકારના ખટલા ચલાવવામાં આર્મી સાથે છે. શાહબાઝ સરકાર અને આર્મી સાથેનો ઇમરાનનો વિરોધ ખૂદ ઇમરાનને ભારે પડી રહયો છે એટલું જ ન પોતાની રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરિક ઇન્સાફ પાર્ટીની પણ માન્યતા રદ થાય તેવી શકયતા છે.
૯ મેના રોજ ઇમરાનની ધરપકડ થઇ એ પછી દેશ ભરમાં હિંસક પ્રદર્શનો ફાટી નિકળ્યા હતા. ઇમરાનના સમર્થક મોટી સંખ્યામાં હિંસા પર ઉતરી આવ્યા હતા. પ્રદશર્નકારીઓએ પાક આર્મીના હેડકવાટર્સ અને ઇમારતોને પણ નુકસાન પહોંચાડયું હતું. પાક સરકાર અને આર્મીએ પ્રદર્શનકારીઓ પણ કડક હાથે કામ લેવાની જાહેરાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખૈબર પખ્તુનખ્વાના પૂર્વ મુખ્યમંત્રી ખટ્ટકે પાકિસ્તાનની એક ખાનગી ટીવી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ઇમરાનખાનની પાર્ટી પીટીઆઇ પર પ્રતિબંધની શકયતા પણ નકારી શકાય નહી.


જો કે એમ થશે તો પીટીઆઇ કોઇ નવા નામથી ચૂંટણી રાજનીતિમાં ભાગ લેતી રહેશે. એવા સમયે જયારે પીટીઆઇ નેતા પાર્ટી છોડી રહયા છે ત્યારે ખટ્ટકે પોતાની પીટીઆઇ છોડવાની વાતને અફવા ગણાવી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી સનાઉલ્લાહ રાણાએ પીટીઆઇ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.  જો કે ૧૩ પક્ષોના સત્તારુઢ ગઢબંધનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સહિત અનેક નેતાઓએ ઇમરાનની પાર્ટી પર પ્રતિબંધનો  વિરોધ કર્યો છે. 


જો કે રાજકીય પાર્ટીઓ પર પ્રતિબંધ મામલે પાકિસ્તાનનો રેકોર્ડ સારો રહયો નથી. પાકિસ્તાનમાં છેલ્લે ઇમરાનની પીટીઆઇ સરકાર દ્વારા જય સિંઘ કોમી મહજ અરિસર અને તહરીકે એ લબ્બકે પાકિસ્તાનન પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યા હતા. જો કે ૨૦૨૧માં તકરીકે એ લબ્બકૈ પાકિસ્તાન પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો પડયો હતો. પાકિસ્તાનના રાજકીય ઇતિહાસ પર દ્વષ્ટ્રીપાત કરતા માલૂમ પડે છે કે ૧૯૫૪માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ પાકિસ્તાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ૨૬ માર્ચ ૧૯૭૧માં તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ યાહ્વાખાને શેખ મજીબૂર રહેમાને અવામી લીગ પર પ્રતિબંધ મુકયો હતો. ૧૯૭૫માં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકારે નેશનલ અવામી પાર્ટી પર પ્રતિબંધ ફરમાવેલો. આથી ઇમરાનખાનની પાર્ટી પર પ્રતિબંધ મુકાય તો પણ નવાઇ જેવું નથી.