વિશ્વમાં ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૩,૦૭,૯૩૦ કેસનો નવો રેકોર્ડ નોંધાયો

September 15, 2020

જિનિવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં કોરોનાના નવા ૩,૦૭,૯૩૦ કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીનો નવો રેકોર્ડબ્રેક ઉછાળો છે. એક જ દિવસમાં કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવી આ પહેલી ઘટના છે. અગાઉ ૬ સપ્ટેમ્બરે નોંધાયેલા કેસ કરતા તે ૧૦૦૦થી વધુ  કેસ વધુ દર્શાવે છે. આખી દુનિયામાં કોરોનાનાં કેસની સંખ્યા વધીને ૨,૯૨,૨૭,૫૭૭ થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૯,૨૯,૨૬૯ થયો હતો. સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધીને ૬૭,૧૨,૦૭૨ થઈ હતી જ્યારે ૧,૯૮,૫૭૨ લોકોનાં મોત થયા હતા. બીજા નંબરે ભારતમાં કેસોની સંખ્યા ૪૮ લાખને પાર ગઈ હતી. ત્રીજા નંબરે બ્રાઝિલમાં કુલ કેસની સંખ્યા ૪૩,૩૦,૪૫૫ થઈ હતી અને ૧,૩૧,૬૬૩ લોકો કોરોનાનો ભોગ બન્યા હતા.