અમદાવાદમાં ૧૮૨ નવા કેસ, ૯ દર્દીનાં મોત, કુલ કેસ ૨૦,૮૧૫

July 01, 2020

અમદાવાદ- અમદાવાદ શહેરમાં ૧૮૨ નવા કેસ નોંધાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન ૯ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. અમદાવાદ શહેરમાં કુલ કેસની સંખ્યા ૨૦,૮૧૫ થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૧,૪૩૬ થઈ ગયો છે. આજે કોરોનાની સારવાર દરમિયાન વધુ ૧૨૦ દર્દીઓને રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં કુલ ૧૫,૯૧૪ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. શહેરમાં કુલ ૩,૪૬૫ એક્ટિવ કેસ છે.


શહેરમાં અનલોક-૧નો આરંભ થયો પછીના ૩૦ દિવસ દરમિયાન ૮,૬૭૫ કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે ૫૯૪ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તા.૩૦મી જૂનની સવારે ૧૧ વાગ્યાની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ૧૯,૯૦૩ કેસ નોંધાયા હતા. જેમાં અત્યારે ૨,૯૯૯ એક્ટિવ કેસ નોંધાયેલા છે. શહેરના મધ્ય ઝોનમાં ૧૯૦, ઉત્તર ઝોનમાં ૪૫૧, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૩૪, પશ્ચિમ ઝોનમાં ૬૫૨, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૪૬૨, પૂર્વ ઝોનમાં ૩૮૬ અને દક્ષિણ ઝોનમાં ૪૨૪ એક્ટિવ કેસ છે.


અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૫ કેસ, કુલ કેસ ૮૨૯ થયા ।  અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે વધુ ૧૫ નવા કેસ સામે આવ્યા હતા. આમ, ગ્રામ્ય વિસ્તારમાં કુલ કેસની સંખ્યા ૮૨૯ થઈ ગઈ છે. સોમવારે એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાથી ૫૪ દર્દીનાં મોત નીપજ્યાં છે. આજે બાવળામાં બે, દસ્ક્રોઇમાં એક, દેત્રોજમાં એક, માંડલમાં છ, સાણંદમાં ચાર અને વિરમગામમાં એક કેસ નોંધાયો છે.