અમદાવાદમાં મામાએ 7 વર્ષીય ભાણીને પીંખી નાંખી હત્યા કરી

September 16, 2020

અમદાવાદ શહેરમાં ફરી એક વખત સંબંધો લજવાયા છે. જેમાં કળિયુગના મામાએ 7 વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કાર ગુજારી તેની હત્યા નિપજાવી હતી. મૃતક બાળકી અને આરોપી વચ્ચે ભલે લોહીના સંબંધો ન હોય પરંતુ મામા-ભાણેજના સંબંધોથી પરિવાર બંધાયેલો હતો. પરંતુ જ્યારે કળીયુગના મામાએ કંસને પણ શરમાવે તેવુ કૃત્ય કર્યુ છે.


અમદાવાદના ગોતા હાઉસિંગ વિસ્તારમાંથી આજથી 3 દિવસ અગાઉ એક સાત વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધાઈ હતી. જેની શોધખોળ દરમિયાન માસૂમ બાળકીનો મૃતદેહ ગઈકાલે નિર્વસ્ત્ર સ્થિતીમાં મળી આવ્યો હતો. પોલીસ મૃતદેહ જોઈને જ ઘટના પામી ગઈ હતી. અને ગણતરીના સમયમાં પોલીસ કસ્ટડીમાં રહેલા ભીખાભાઈ ઉર્ફે ભીખો મિસ્ત્રી નામના એક શખ્શની ધરપકડ કરી લીધી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ સગીર બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયો હતો. પરંતુ બાળકીએ બુમો પાડતા ગળુ દબાવી હત્યા નિપજાવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં નરાધમ મામાએ સબંધોની પરિભાષા પર પાણી ફેરવી નાખ્યું છે. આ નરાધમેં તેની જ પાડોશમાં રહેતી સાત વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી કે જેની માતા તેને ભાઈ અને બાળકી તેને મામા કહેતી હતી. તે માસુમને પીંખી નાખીને તેની ગળું દબાવીને હત્યા કરી હોવાની કબુલાત ખુદ આરોપી એજ પોલીસ સમક્ષ કરી છે. તો બીજી તરફ પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી ગણા મહત્વના પુરાવા મળ્યા છે જેને લઈ પોલીસ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે.
સબંધોનો ગેરફાયદો લોકો કેવી રીતે ઉઠાવતા હોય છે. તેનો જીવતો જાગતો દાખલો આજે સોલા વિસ્તારમાં બન્યો છે. જેમાં એક મહિલાએ પાડોશમાં રહેતા વ્યક્તિને પોતાનો માનીતો ભાઈ બનાવ્યો હતો. પરંતુ આજ નરાધમે તેની જ બહેનની દીકરીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરીએ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે, માટે જ કહેવાય છે કે આ કપાતરે તો કળિયુગને શર્મશાર કર્યુ છે.