અયોધ્યામાં RSS પ્રમુખ મોહન ભાગવતે અડવાણીને યાદ કર્યા

August 05, 2020

લખનઉઃ અયોધ્યામાં બુધવારે રામમંદિરના ભૂમિપુજનનો કાર્યક્રમ પુરો થયો છે. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના યોગદાનને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, આજે આનંદની ક્ષણ છે, એક સંકલ્પ લીધો હતો. ત્યારના સંઘ પ્રમુખ દેવવ્રતજીએ કહ્યું હતું કે, 20-30 વર્ષ કામ કરવું પડશે, ત્યારે આ કામ કરવાનું રહેશે. આજે 30 વર્ષના લાંબા સમય પછી શરૂઆતમાં રામમંદિરનું કામ શરૂ થયું છે. આરએસએસ પ્રમુખે જણાવ્યું કે, ઘણા લોકો મહામારીના કારણે અહીં આવી શક્યા નથી, લાલકૃષ્ણ અડવાણીજી પણ આવી શક્યા નથી. દેશમાં હવે આત્મનિર્ભર બનવાની દિશામાં કામ ચાલું છે, આજે મહામારી પછી પણ આખું વિશ્વ નવા રસ્તાઓ શોધી રહ્યા છે, ત્યારે ભારત એક અલગ દિશામાં કામ કરી રહ્યું છે. જેમ જેમ મંદિર બનશે, રામની અયોધ્યા પણ બનવી જોઈએ. આપણા મનમાં જે મંદિર બનવું જોઈએ અને કપટને છોડવું જોઈએ. આરએસએસ પ્રમુખ મોહન ભગવે કહ્યું કે અહીં રામ મંદિર નિર્માણ માટે આજથી શુભારંભ થઇ ગયો છે અને આ મંદિર પૂર્ણ થતાં પહેલાં મન મંદિર બનીને તૈયાર થવું જોઇએ. મંદિર નિર્માણ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે અને પીએમ મોદીના પ્રયત્નોથી બધાની આતુરતા પુરી થઇ ગઇ છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજનો દિવસ એટલો મોટો દિવસ છે કે આખા દેશમાં ખુશીનો માહોલ છે. આ આનંદમાં એક પ્રણ છે, એક ઉત્સાહ છે પરંતુ લોકોના સંઘર્ષને ભૂલી ન શકાય.