બ્રાઝિલમાં 24 કલાકમાં 52 હજાર કેસ અને 587 મોત,રાષ્ટ્રપતિએ કહ્યું- વેક્સિન નહીં લગાવું

November 29, 2020

વોશિંગ્ટન : દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 6.25 કરોડને પાર થઈ ગયો છે. 4 કરોડ 31 લાખથી વધુ લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 14 લાખ 58 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirusના જણાવ્યા પ્રમાણે છે. સંક્રમણના કેસમાં બીજા સ્થાન પર રહેલા બ્રાઝિલમાં તેની અસર ઘટી રહી નથી. શનિવારે અહીંયા લગભગ 52 હજાર નવા કેસ નોંધાયા હતા. અહીંયા રાષ્ટ્રપતિ બોલ્સોનારો હાલ પણ ગંભીર નથી થઈ રહ્યાં. તેમણે કહ્યું કે, વેક્સિન આવી પણ જાય તો તે તેને નહીં લગાવડાવે.

બ્રાઝિલમાં શનિવારે એક જ દિવસમાં 51 હજાર 922 નવા કેસ નોંધાયા. સ્થિતિ કેટલી બેકાબૂ બનતી જઈ રહી છે, તે વાત અંદાજ આના પરથી લગાવી શકાય છે કે આ દરમિયાન 587 લોકોના મોત પણ થઈ ગયા છે. બ્રાઝિલમાં 62 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. આ દરમિયાન એક લાખ 72 હજાર લોકોના મોત થઈ ચુક્યા છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો હાલ પણ કોરોના વાઈરસની ગંભીરતાને સમજવા માટે તૈયાર નથી. એક વાર ફરી તેમણે વાઈરસની મજાક ઉડાવી. આટલું જ નહીં માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગનો પણ ઈન્કાર કરી દીધો.સાથે જ કહ્યું કે, જો વેક્સિન આવી પણ જશે તો તેને નહીં લગાવડાવે. તેમણે કહ્યું કે, બ્રાઝિલને વેક્સિનની કોઈ જરૂર નછી અને વાઈરસ સમય સાથે જાતે જ ખતમ થઈ જશે. તેમણે માસ્ક પહેરનાર લોકોની ટિકા કરી હતી.