કોરોના દેશમાં:24 કલાકમાં 18 રાજ્યોમાં સાજા થનાર કરતા નવા દર્દીઓની સંખ્યા વધારે, આજે કેજરીવાલે પણ લીધી વેક્સિન

March 04, 2021

આગરા  : દેશમાં વેક્સિનેશનની સાથે સાથે કોરોના દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર 18 રાજ્યોમાં સાજા થનાર કરતાં નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં નવા દર્દીઓ નોંધાયા છે. 18 ઓક્ટોબર પછી આવું પહેલીવાર થયું છે જ્યારે એક દિવસમાં 9,000થી વધારે એક્ટિવ દર્દીઓ નોંધાયા છે. બુધવારે મહારાષ્ટ્રમાં 9,855 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6,559 લોકો સાજા થયા છે અને 42 લોકોના મોત થયા છે.

બુધવારે દેશમાં 17,425 કોરોના દર્દીઓ નોંધાયા છે. 14,071 લોકો સાજા થયા છે અને 87 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 1.11 કરોડ લોકોને સંક્રમણ થઈ ગયું છે. તેમાંથી 1.57 લાક દર્દીઓના મોત થયા છે. 1.70 લાખ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. આ રીતે બુધવારે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 3,260નો વધારો નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 1 કરોડ 54 લાખ 61 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 67.75 લાખ હેલ્થ વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 28.25 લાખ લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. આ રીતે 57.62 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 3,277 લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ગંભીર બીમારી વાળા 45થી 60 વર્ષના 1.04 લાખ અને 60 વર્ષથી વધુ ઉંમરના 8.44 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે.