ગુજરાતમાં 24 કલાકમાં 1136 નવા કેસ, 24ના મોત, 875 સ્વસ્થ થયાં

August 01, 2020

અમદાવાદ- દેશમાં આજથી અનલોક-3 લાગૂ થઈ ચુક્યું છે. અનલોક-ના પહેલા દિવસે રાજ્યમાં 1136 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1136 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 24 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2465 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 875 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. આજે નોંધાયેલા કુલ 1136 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 214 અને જિલ્લામાં 48 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 138 અને જિલ્લામાં 08 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 76 અને જિલ્લામાં 19 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 55 અને જિલ્લામાં 32 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 78 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,249 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 45,782 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2465 થયો છે.

-જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત
અમદાવાદ    146
સુરત    262
વડોદરા    95
ગાંધીનગર    29
ભાવનગર    44
બનાસકાંઠા    17
આણંદ    12
રાજકોટ    87
અરવલ્લી    3
મહેસાણા    46
પંચમહાલ    9
બોટાદ    13
મહીસાગર    11
ખેડા    20
પાટણ    14
જામનગર    42
ભરૂચ    16
સાબરકાંઠા    12
ગીર સોમનાથ    37
દાહોદ    30
છોટા ઉદેપુર    7
કચ્છ    20
નર્મદા    19
દેવભૂમિ દ્વારકા    4
વલસાડ    17
નવસારી    11
જૂનાગઢ    42
પોરબંદર    10
સુરેન્દ્રનગર    29
મોરબી    16
ડાંગ    2
અમરેલી    11
અન્ય રાજ્ય    3