ગુજરાતમાં 583 પોઝિટિવ કેસ, 4 દર્દીઓએ દમ તોડયો

January 13, 2021

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આગામી 16 જાન્યુઆરીથી આખા દેશમાં રસીકરણ શરૂ થઇ જશે. જોકે રસીકરણ પહેલા જ કોરોના મહામારીનો આંકડો સતત ઘડી રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 583 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 583 Corona Positive Case In Gujarat). જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4354 એ પહોંચ્યો છે. જ્યારે 792 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 95.44 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની આરોગ્ય વિભાગે જાણકારી આપી નથી. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,77,292 છે, જે પૈકી 4,77,116 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 113 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 111, સુરત કોર્પોરેશન 85, વડોદરા કોર્પોરેશન 81, રાજકોટ કોર્પોરેશન 66, વડોદરા 26, રાજકોટ 18, આણંદ 16, સુરત 13, જામનગર કોર્પોરેશન 12, કચ્છ 12, મહેસાણા 12, અમરેલી 10, ભાવનગર કોર્પોરેશન 9, ખેડા 9, ગાંધીનગર 8, ગાંધીનગર કોર્પોરેશન 8, જુનાગઢ 8, જુનાગઢ કોર્પોરેશન 8, મોરબી 6, સાબરકાંઠા 6, અમદાવાદ 5, બનાસકાંઠા 5, ભરૂચ 5, ગીર સોમનાથ 5, જામનગર 5, સુરેન્દ્રનગર 5, દેવભૂમિ દ્વારકા 4, નર્મદા 4, પંચમહાલ 4, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, દાહોદ 2, ડાંગ 2, પાટણ 2, તાપી 2, અરવલ્લી 1, મહીસાગર 1, નવસારી 1, પોરબંદર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમાં મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 4 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 1 અને પંચમહાલમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4354 પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,42,164 નાગરીકો સાજા થઈ ગયા છે. 4354ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 7226 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 56 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 7170 સ્ટેબલ છે.