ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 987 કેસ નોંધાયા

October 29, 2020

જામનગર : રાજ્યમાં કોરોનાનો કહેર ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે. પરંતુ સંપૂર્ણ પૂણે સમાપ્ત થયો નથી. હજી પણ દૈનિક ધોરણે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના નવા 987 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 દર્દીઓના મોત થયા છે. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 3,708 દર્દીઓના મોત થયા છે.

જોકે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1083 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 1,54,078 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની વાત કરીએ તો આંકડો 1,71,040 સુધી પહોંચ્યો છે. જ્યારે જિલ્લા પ્રમાણે સ્થિતિ જોઈએ તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા 213 કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં 171 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 1 દર્દીનું કરૂણ મોત થયું છે. વડોદરાની વાત કરીએ તો 117 નવા કેસ આવ્યા છે જ્યારે રાજકોટમાં 96 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 34 કોરોના કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે.

જ્યારે જામનગરમાં 28 કેસ, જૂનાગઢમાં 23, ભાવનગરમાં 18, મહેસાણામાં 33 અને બનાસકાંઠામાં 28 નવા કેસ નોંધાયા છે. આ સિવાય નર્મદામાં 27, કચ્છમાં 21, પાટણમાં 21 અને સાબરકાંઠામાં 20 નવા કોરોના કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 18, અમરેલીમાં 18, ગીર સોમનાથમાં 15 અને પંચમહાલમાં 13 નવા કોરોના કેસ નોંધાયા છે. ખેડા અને મોરબીમાં 12-12 કેસ, અરવલ્લીમાં 11 અને આણંદમાં 9 કેસ, ભરૂચમાં 7, દેવભૂમિ દ્વારકામાં 6 કેસ, છોટા ઉદેપુરમાં 4 અને દાહોદમાં 3 કેસ, નવસારી અને તાપીમાં 3-3 કેસ નોંધાયા છે. બોટાદની વાત કરીએ તો 2 જ્યારે મહિસાગરમાં પણ 2 કેસ આવ્યા છે. પોરબંદરમાં 2 નવા કેસનો ઉમેરો થયો છે.