ઇન્ડોનેશિયામાં અવકાશી ઉલ્કાપિંડ છત તોડીને ઘરમાં પડ્યો અને યુવક ક્ષણભરમાં કરોડપતિ બની ગયો

November 18, 2020

જોસુઆ : ઈન્ડોનેશિયામાં આશરે 1.4 મિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવતી એક ઉલ્કાપિંડ 33 વર્ષના એક યુવકના ઘરની છત તોડીને આવી પડતાં તે રાતોરાત કરોડપતિ વ્યક્તિ બની ગઈ છે. જોસુઆ હુટાગાલુંગ નામનો આ યુવક શબપેટી (કોફીન) બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે ઉત્તર સુમાત્રાના કોલંગમાં રહે છે. જ્યારે તે પોતાના ઘરની પાસે એક શબપેટી બનાવી રહ્યો હતો ત્યારે અવકાશી પિંડ તેના લિવિંગ રૂમના એક છેડે છત તોડીની અંદર પડ્યો હતો. આ ઉંલ્કાપિંડનો વજન 2.1 કિલો છે અને તે જમીનમાં આશરે 15 ઈંચ જેટલો ઉંડે ઉતરી ગયો હતો.

સુઆએ જ્યારે આ પિંડને બહાર કાઢ્યો ત્યારે તે ખૂબ જ ગરમ હતો અને જ્યારે તેનો સ્પર્શ કર્યો ત્યારે તેનો થોડો ભાગ તૂટી ગયો હતો.

આ ઉલ્કાપિંડ ખૂબ જ અવાજ સાથે ઘરના એક ભાગમાં પડ્યો હતો. થોડી તપાસ કરી ત્યારે માલુમ પડ્યું હતું કે ઘરની છતમાં નાનો હોલ પડી ગયો હતો. જ્યારે આ પિંડને લોકોએ જોયો ત્યારે તેમણે કહ્યું હતું કે તે આકાશમાંથી આવ્યો છે. સ્થાનિક લોકોએ પણ એક મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. આ દુર્લભ ખડગને જોવા માટે ઘણા લોકો તેના ઘરની મુલાકાત લઈ ચુક્યા છે.

આ અવકાશી પિંડ આશરે 4.5 બિલિયન વર્ષ જૂનો છે અને તેનું મૂલ્ય આશરે 1.4 મિલિયન પાઉન્ડ છે, જે જોસુઆની આશરે 30 વર્ષની સમકક્ષ વેતન જેટલું મૂલ્ય થાય છે. તે કહે છે કે આ રકમથી તે પોતાના સમુદાય માટે એક ચર્ચ બનાવશે.