લદ્દાખમાં રાફેલ ગર્જતા ચીની સેનાએ કિલર મિસાઇલો છોડી

September 21, 2020

નવી દિલ્હી  : ભારત અને ચીનમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખની પાસે પોતાના વિસ્તારમાં હુમલાનો વ્યાપક યુદ્ધાભ્યાસ કર્યો છે. આ અભ્યાસ દરમ્યાન ચીની તોપો એ જ્યાં દારૂગોળો વરસાવ્યો, ત્યાં જમીનથી હવામાં માર કરનાર મિસાઇલોનું પણ પરીક્ષણ કર્યું. ચીની સેનાની એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મનના વિમાનોને પણ તોડી પાડવાનો અભ્યાસ કર્યો.

ચીનના સરકારી ભોપૂ ગ્લોબલ ટાઇમ્સે એક વીડિયો શેર કરીને કહ્યું કે તિબેટ સૈન્ય કમાન્ડના ચીની સૈનિકોએ રાત્રે હુમલાનો વ્યાપક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ સમુદ્ર સપાટીથી 4500 મીટરની ઊંચાઇ પર કર્યો. આ દરમ્યાન ચીની સેનાએ જમીનથી હવામાં માર કરનાર મિસાઇલો, રોકેટ અને હોવિત્ઝર તોપોનો ઉપયોગ કર્યો. ચીની એર ડિફેન્સ સિસ્ટમે ફાઇટર જેટને તોડી પાડવાનો અભ્યાસ કર્યો.

ચીને આ યુદ્ધાભ્યાસ એવા સમય પર કર્યો છે જ્યારે ભારતના સૌથી આધુનિક ફાઇટર જેટ રાફેલ લદ્દાખના આકાશમાં ઉડાન ભરી રહ્યા છે. સૂત્રોના મતે રાફેલ પાયલટોએ અંબાલાથી લદ્દાખ સુધી વિમાનો ઉડાડ્યા. જો કે આ એક પ્રેક્ટિસ તરીકે કરાયું. એવું એટલા માટે કરાઇ રહ્યું છે જેથી કરીને રાફેલ પાયલત ત્યાંના હવામાન અને વાતાવરણથી પરિચિત થઇ જાય. જો ચીન કોઇપણ પ્રકારની ગુસ્તાખી કરે અને રાફેલની જરૂરિયાત પડે તો તેના પાયલટ આ વાતાવરણ પહેલાં જ પરિચિત હોય.

રવિવારના રોજ રક્ષા સૂત્રોએ કહ્યું કે સરહદ પર કેટલાંક મિરાજ વિમાન પણ ઉડાન ભરતા દેખાયા છે. વાયુસેના એ પણ ગઇ 10 સપ્ટેમ્બરના રોજ અંબાલા એરફોર્સ સ્ટેશન પર આયોજીત એક સમારંભમાં રાફેલ વિમાનોને વાયુસેનામાં સામેલ કર્યા હતા. તેની અગાઉ જુલાઇના અંતમાં ફ્રાંસમાં પાંચ રાફેલ વિમાન અંબાલા પહોંચ્યા હતા. મિડએર રિફ્યુલિંગ વગર 4.5-જનરેશનના રાફેલ્સની 780 થી 1650 કિલોમીટર સુધી ઉડવાની છે. આ અલગ-અલગ ઓપરેશન પર નિર્ભર કરે છે. તદઉપરાંત લડાકુ વિમાનો 300 કિ.મી.થી વધુ લાંબા અંતરની ‘સ્કેલ્પ’ એર-ટુ-ગ્રાઉન્ડ ક્રૂઝ મિસાઇલો જેવાકે લાંબા સ્ટેન્ડ-ઓફ શસ્ત્રોથી સજ્જ છે.

LAC પર ચાલી રહેલા તણાવની વચ્ચે સોમવારના રોજ ફરી એકવખત બંને દેશોની વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત થઇ રહી છે. આ કોર કમાન્ડર સ્તરની છઠ્ઠી વાર્તા હશે. ખાસ વાત એ છે કે તેમાં વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે. સૂત્રોના મતે બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર સ્તરની આ વાર્તા ચીનવાળા હિસ્સા મોલ્ડોમાં થઇ રહી છે. આ વાર્તાથી ભારત કેટલાંક મજબૂત ઉકેલ માંગે છે. SCO સમિટ દરમ્યાન બંને દેશોના વિદેશ મંત્રીઓએ આશ્વાસન આપ્યું હતું ક ડિસએંગેજમેન્ટને લઇ તે ગંભીર છે.