મધ્યપ્રદેશમાં આમ આદમી પાર્ટીની વિધાનસભા ચૂંટણી લડવા તૈયારી, નવા સંગઠનની જાહેરાત કરાશે

January 29, 2023

વર્ષના અંતે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં


નવી દિલ્હી- આવનારા દિવસોમાં વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી(AAP) તરફથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ રાજ્યમાં સંગઠનને નવો સ્વરુપ આપવાની તૈયારી કરી છે. પાર્ટીએ મધ્યપ્રદેશના સંગઠનને તાત્કાલિક અસરથી ભંગ કરી દીધો છે. 


પાર્ટીના સંગઠન મહાસચિવ સંદીપ પાઠક તરફથી જારી પત્રમાં આ માહિતી આપવામાં આવી હતી. આપ ટૂંક સમયમાં જ નવા સંગઠનની જાહેરાત કરશે. અગાઉ ચંડીગઢના સંગઠનને પણ તાત્કાલિક અસરથી ભંગ કરાયો હતો. પાર્ટીના પંજાબ અને ચંડીગઢ ઈન્ચાર્જ જરનેલ સિંહ તરફથી જારી પત્રમાં આ માહિતી આપવામાં આવી હતી. ચંડીગઢ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 35માંથી 14 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. મેયરની ચૂંટણીમાં એક વોટથી આપના ઉમેદવાર હારી ગયા હતા. ભાજપે ચંડીગઢના મેયર પદની ચૂંટણી જીતી લીધી હતી.