મહારાષ્ટ્રમાં 2940 નવા કેસ, કુલ દર્દીઓ 65 હજારને પાર અત્યાર સુધીમાં 2197નાં મોત

May 31, 2020

મુંબઇ : મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસનાં  2940નાં નવા કેસ નોંધાયા, ત્યાર બાદ અહીં કુલ દર્દીઓની સંખ્યા વધીને 65,168 થઇ ગયા છે.

ત્યાં જ રાજ્યમાં કોરોનાથી વધું 99 લોકોનાં મોત થતાની સાથે જ કુલ મૃત્યુઆંક 2197 થઇ ચુક્યો છે. રાજ્યનો આરોગ્ય વિભાગે કોરોના વાયરસને લઇને પોતાના નિયમિત બુલેટીનને લઇને આ માહિતી આપી.

ત્યા જ રાજ્યનાં નાસિક જીલ્લામાં કોવિડ-19માં નવા 15 કેસ આવતા સંક્રમિતોની સંખ્યા 1,166 સુધી પહોંચી ગયો, જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં માલેગાવમાં 763 નવા કેસ આવ્યા છે, સમગ્ર જીલ્લામાં અત્યાર સુધી 61 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે મુંબઇ રાજ્યનું સૌથી સંક્રમિત છે અને ત્યાં રાજ્યની કુલ કેસની તુલનામાં કેસ પણ અડધા આવ્યા છે,

માત્ર મુંબઇમાં અત્યાર સુધી 38442 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે, જ્યારે 1227 લોકોનાં મોત થઇ ચુક્યા છે. સમગ્ર રાજ્યમાં 28081 લોકો સાજા થઇને પોતાના ઘરે પણ ગયા છે.