ઉત્તર ટોરોન્ટોમાં પોલીસે ગેરકાયદે કેસીનો અને સ્પા પર દરોડા પાડયાદરોડા પાડયા

October 05, 2020

  • ર૦૦૦૦ ચોરસફુટનું મેન્શન અને રોકડા મિલિયન યુએસ ડોલર જપ્ત કરાયા, કાયદાની ધરાર અવગણના કરનારાઓને પોલીસની ચેતવણી

ટોરોન્ટોઃ ટોરોન્ટોની ઉત્તરે આવેલા એક ર૦૦૦૦ ચો.ફૂટના મેન્શન ઉપર દરોડા પાડીને પોલીસે રોકડા એક મિલીયન યુએસ ડોલર અને ૧૧ બંદૂકો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મેન્શનમાં ચાલતા ગેરકાયદે કેસીનો અને સ્પાને ધ્વસ્ત કરાયું હતુ. મે માસમાં યોર્ક રીજીયોનલ પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટ અને ગન્સ, ગેંગ્સ એન્ડ ડ્રગ એન્ફોર્સમેન્ટ યુનિટે સાથે મળીને ગેરકાયદે જુગારના અડ્ડાઓ સામેની કાર્યવાહી શરૂ કરી હતી. આને પ્રોજેકટ એન્ડ ગેમ નામ અપાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, મળેલી બાતમીના પગલે યુનિટે તપાસ શરૂ કરી હતી અને ઓન્ટેરિયોના માર્કહામ ખાતે ભુગર્ભમાં ચાલતા કેસીનોની શોધખોળ શરૂ કરી હતી.

બુધવારે સવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડેપ્યુટી ભીફ બ્રિયાનબિગ્રાસે કહ્યું હતું કે, સુનિયોજિત ગુનાખોરી છે જે એમના નાણાં, પદ અને દબદબાને દર્શાવે છે. તેઓ એમ માને છે કે, બધા કાયદાથી ઉપર છે.' પ્રોજેકટ એન્ડ ગેમ માટેનું પહેલું સર્ચ વોરન્ટ ટોરોન્ટોના કોમર્શયિલ યુનિટે ૩જી જુલાઈએ બજાવ્યું હતું મિડલેન્ડ અને ફિન્ચ એવેન્યુ નજીકના સ્કારબોરોમાં આવેલી મિલ્કત ઉપર હતું. જયાં ગેરકાયદે ગેમિંગ હાઉસ ચાલતું હતુંપોલીસે દરોડામાં ગેમિંગ ટેબલ્સ અને ર૦૦૦૦ યુએસ ડોલરની રોકડ તથા વિડીયો સ્લોટ મશીનો કબજે કર્યા હતા. પોલીસે પાંચ વ્યકિતઓની કસ્ટડી લીધી હતી. ત્યારબાદ ત્રણ અઠવાડિયા બાદ યોર્ક રીજિયોનલ પોલીસે ઓન્ટેરિયો પ્રોવિન્શીયલ પોલીસ અને ડરહામ રીજિયોનલ પોલીસની ખાસ ટીમ સાથે મળીને બીજા સર્ચ વોરન્ટની બજાવણી કરી હતી. ત્યારે ર૩મી જુલાઈએ ૩ર લોકોની ધરપકડ થઈ હતી. જગ્યા ઓન્ટેરિયોના રહેણાંક વિસ્તાર માર્કહામમાં આવેલી ર૦૦૦૦ ચો.ફૂ.ની સંપત્તિ હતી.

જે વોર્ડન એવેન્યુ અને મેજર મેકેઝીન ડ્રાઈવ ઈસ્ટ નજીકના ડેકોરસી કોર્ટમાં આવેલી હતી. જયાં ગેરકાયદે કેસીનો ચાલતો હતો. પોલીસે મિલિયન યુએસ ડોલરના મેન્શનને સીલ કર્યું હતું. મેન્શનમાં પ૩ રૂમ હતા જેને પોલીસે ઘેરી લીધું હતું અને ૧૧ બંદૂકો અને ગોળીઓ, એક મિલીયન યુએસ ડોલર રોકડા અને ગેમિંગ મશીન અને ટેબલો જપ્ત કર્યા હતાપ્રોજેકટ એન્ડ ગેમ હેઠળ ત્રીજુ સર્ચ વોરન્ટ એક અઠવાડિયા પહેલા બજાવવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જણાની ધરપકડ થઈ હતી અને ૭૦૦૦૦ યુએસ ડોલર રોકડા જપ્ત કર્યા હતા. સ્થળ ટેસ્ટોન રોડ અને બાથ્રસ્ટ સ્ટ્રીટ નજીક વુડલેન્ડ એકર્સ ક્રીસેન્ટ વોઘન ખાતે હતું. ઓન્ટેરિયો પોલીસે કહ્યું હતું કે ગેરકાયદે ગેમિંગને લગતા ઘણાં દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મળી આવ્યા હતા કેસમાં ર૯ લોકોની ધરપકડ થઈ હતી. આમ કુલ ૭૪ ગુનાઓ નોંધ