ઓન્ટેરિયોમાં એક કિશોર ૩૦૮ કિમીની ઝડપે પિતાની મર્સિડીઝ ચલાવતા ઝડપાયો

May 17, 2020

  • કિશોરનું લાયસન્સ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરાયુ, કાર પણ જપ્ત
  • ચાલક સામે સ્ટન્ટ અને ગંભીરરીતે ડ્રાઈવ કરવા અંગે ગુનો દાખલ

બર્લિન્ગ્ટન - ઓન્ટેરિયોની પરોવીનસિયલ પોલીસે જણાવ્યુ હતું કે, પશ્ચિમ ઓન્ટેરિયોેનાં ક્વિન એલિઝાબેથ વે (કયુઇડબલ્યુ) ઉપર એક ૧૯ વર્ષીય કિશોરને ૩૦૮ કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવતા પકડી પાડયો હતોસાર્જન્ટ કેરી સ્મિડે ટ્વિટર ઉપર જણાવ્યુ હતું કે, એક ભારે ઝડપથી ગતિના નિયમોનો ભંગ કરતો બનાવ રવિવારે રાત્રે ઓન્ટેરિયોેનાં ર્બલિંગ્ટન નજીક બન્યો હતો. તેણે જણાવ્યુ હતું કે, મે આટલી બેફામ ગતિથી કોઇ ડ્રાઈવરને હજી સુધી કાર ચલાવતા જોયો નથીક્વિન એલિઝાબેથ વે (કયુઇડબલ્યુ) ઉપર પ્રતિ કલાકે ૧૦૦ કિલોમિટરથી વધુ ઝડપે કાર ચાલવા પર પ્રતિબંધ છે. સ્મિડે જણાવ્યુ હતું કે, કાર ચાલક પાસે માત્ર જિ- લાઈસન્સ હતું. કારમાં એક અન્ય ૧૯ વર્ષીય પ્રવાસી હતો. સ્મિડે વધુમાં કહ્યુ હતું કે, ગુના બદલ દિવસ માટે કાર જપ્ત કરવામાં આવી છે અને ચાલકનું લાઈસન્સ પણ એક સપ્તહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યુ છેડ્રાઈવર ઉપર સ્ટન્ટ અને ગંભીર પ્રકારે ડ્રાઈવિંગ કરવાના આરોપ મુકવામાં આવ્યા છે.