ઓન્ટેરિયોમાં સંગઠનો, કામદારો અને બિઝનેસમેનના આર્થિક હિત માટે પગલા ભરાશે

October 28, 2020

  • પ્રાંતીય વિધાનસભામાં ખરડો રજૂ કરાયો, નાગરિકોના મહત્વના સૂચનોને સમાવાયા
     

ઓન્ટેરિયો : ઓન્ટેરિયોના એટોર્ની જનરલ ડગ ડોવનીએ મંગળવારે પ્રાંતીય વિધાનસભામાં રજુ કરેલો પ્રસ્તાવ જો મંજુર થાય તો ઓન્ટેરિયો કેટલાક બિનનફાકારક સંગઠનો, કામદારો અને બિઝનેસમેનને કોવિડ -૧૯ને કારણે સજાર્યેલી આર્થિક જવાબદારીઓના રક્ષણ માટે કવચ પુરૂં પાડી શકશે. ડાઉનીએ કહ્યુંં હતું કે, જો ખરડો પસાર થશે તો દરેક માટે જાહેર આરોગ્યની ગાઈડલાઈનનું પાલન જાહેર જીવનમાં કામ કરતી વખતે કે સ્વયંસેવા કરતી વખતે પ્રામાણિકપણે કરવાની ખાતરી મળી શકશે. તેમણે એમ પણ કહ્યુંં હતું કે, આ ખરડો પસાર થવાથી એવા લોકો બચી શકશે નહીં જે જાણી જોઈને કે જેમની ભારે ગફલતથી બીજાને નુકસાન પહોંચાડયું હોય. 

આરોગ્ય કર્મચારીઓ અને આગળ પડતી જવાબદારી લઈને કામ કરનારા કામદારો, સખાવતી સંસ્થાઓ અને નોન પ્રોફિટ સંગઠનોને આ ખરડામાં સમાવી લેવામાં આવશે. આ કાનૂનથી કોચીસ, સ્વયંસેવકો અને નાના સહકારી એસોસિયેશનોને પણ આવરી લેવામાં આવશે. તેમણે કહ્યુંં હતું કે, આ ખરડાનો ૧૭મી માર્ચ, ર૦ર૦થી અમલ શરૂ થશે. જયારે ઓન્ટેરિયોએ કોવિડ -૧૯ના પ્રસારને અટકાવવા માટે પહેલા તાકીદના પગલા લીધા હતાં. 

એક મુલાકાતમાં ડાઉનીએ કહ્યુંં હતું કે, આ ખરડો મંગળવારે એટલા માટે રજુ થયો કેમ કે એ પહેલા એના વિશેની વિચારણાની પ્રક્રિયા જરૂરી હતી. કેમકે એમા ઓન્ટેરિયોના અર્થતંત્ર સાથે સંકળાયેલા અને આરોગ્ય સેવા કર્મીઓના ઘણા તબક્કાના લોકોને સમાવવાના હતા. ઓન્ટેરીયો લોંગ ટર્મ કેર એસોસિયેશનના સીઈઓ ડોના ડંકને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે અમારા ઘણાં સુચનોને ધ્યાનમાં લીધા છે. જેમાં કોવિડ-૧૯ સામેના યુધ્ધમાં આગળ રહીને કામ કરનારાઓને સુરક્ષા પ્રદાન કરવાનું મુખ્ય હતું.