રાજકોટમાં ભાજપના કાર્યકરોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી

August 05, 2020

રાજકોટ. આજે રામ કાજનો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્ર આખુ રામમય બન્યુ છે. ઠેર-ઠેર અયોધ્યાના વધામણાં કરવામાં આવી રહ્યાં છે. આજે અયોધ્યામાં શિલાન્યાસ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ ભાજપ કાર્યાલયને શણગારી નેતાઓ રાસ રમ્યા હતાં. આ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ નેતા ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. નેતાઓએ દીવા પ્રગટાવી એક બીજાને મો મીઠુ કરાવી ઉજવણી કરી હતી.