રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર ઉંધામાથે, બેડો તો વધાર્યા પણ નર્સિંગ સ્ટાફ અને ડોકટરોની અછત

April 11, 2021

રાજ્યભરમાં સતત કોરોનના કહેરમાં વધારો નોંધાઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરને લઇને રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત રાત્રિ કરફ્યૂ લાદી દીધો છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેને લઇને તંત્ર દ્વારા બેડમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ વચ્ચે સ્ટાફની અછત સર્જાઇ રહી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. આ વચ્ચે તંત્રો દ્વાકા કોવિડના દર્દીઓની સારવાર માટે કોવિડ હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવી રહ્યા છે. પરંતુ પૂરતા સ્ટાફની અછત સર્જાઇ છે. જ્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિ.મા કોવિડ સેન્ટરની સુવિધા શરૂ કરાશે. હાલ 50 બેડની સુવિધા કરાશે તેમજ તબક્કાવાર 150 બેડની સુવિધા કરાશે.

નોંધનીય છે કે કોમ્યુનિટી સેન્ટરોમાં તંત્ર બેડ વધારી રહ્યું છે પરંતુ દર્દીને સારવાર આપવા નર્સિંગ સ્ટાફ અને ડોકટરો અછત ઉભી થઇ છે. ઉલ્લેખનીયરાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 1440 સુરતમાં 1152, વડોદરામાં 445, રાજકોટમાં 529, જામનગરમાં 275, પાટણમાં 118, મહેસાણામાં 102, ભાવનગરમાં 94, જૂનાગઢમાં 93, ગાંધીનગરમાં 92, કચ્છ, મોરબીમાં 52-52, સાબરકાંઠામાં 45, મહીસાગરમાં 44, નવસારી, પંચમહાલમાં 41-41 સહિત કુલ 5011 કેસ નોંધાયા છે.